Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : વેજલપુરના સાંનિધ્ય બેંકવેટ હોલમાં લોકો કોરોનાનું ભાન ભૂલ્યા : વેક્સિન માટે કરી પડાપડી ..!

Share

અમદાવાદમાં 300 જેટલાં વેક્સિનેશન સેન્ટરો ચાલી રહ્યાં છે, જેથી તમામ લોકોને ઝડપી વેક્સિન મળી રહે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. વેક્સિનેશનના મહાઅભિયાન અંતર્ગત તમામ લોકો સ્પોટ રજિસ્ટ્રેશન પર વેક્સિન મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આ વેક્સિનેશન કેમ્પના આયોજનના અભાવને કારણે શહેરના વેજલપુર વિસ્તારમાં લોકોની બેદરકારી સામે આવી છે.

લોકો જાણે એ રીતે ભીડમાં ઊમટયા છે કે તેમને કોરોના સંક્રમણ ફેલાય એનો ડર જ નથી. આ વેક્સિનેશન કેમ્પમાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યા, પરંતુ વેક્સિનેશન માટે ટોકન સિસ્ટમ ન હોવાથી અહીં લોકો એકસાથે વેક્સિન લેવા માટે ભેગા થઈ ગયા. લોકોએ લાઈનો લગાવી અને વેક્સિન લેવા માટે પડાપડી પણ કરી. વેજલપુરના સાંનિધ્ય બેંકવેટ હોલમાં આ વેક્સિનેશન કેમ્પ વિસ્તારના એક ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા AMC સાથે મળીને આયોજિત કરવામાં આવ્યો છે.

Advertisement

પરંતુ આયોજન અને વ્યવસ્થા અભાવે હવે અહીં કોરોના વિસ્ફોટ થાય તો એમાં જવાબદાર કોને ગણવા એ સવાલ થઈ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી પરિસ્થિતિ કાબૂમાં છે ત્યારે હવે આ બેદરકારી આખા શહેરને ભારે પડી શકે છે. દેશ અને દુનિયાના તજજ્ઞો સંભવિત ત્રીજી લહેરની શક્યતા બતાવી રહ્યા છે ત્યારે સમજવાની જરૂર છે કે આપણી પાસે વેક્સિન જ એકમાત્ર વિકલ્પ છે.

મ્યુનિ.ની ટીમ 100 લોકો ભેગા થઈ શકતા હોય ત્યાં જઈને વેક્સિન આપી રહી છે. લોકોને વેક્સિન લેવા જાગ્રત કરવાની સાથોસાથ મહત્તમ લોકોનું વેક્સિનેશન કરવા મહાભિયાન શરૂ કર્યું છે. નાગરિકોનો પ્રતિસાદ મળવો ખૂબ જરૂરી છે.- મુકેશ કુમાર, મ્યુનિ. કમિશનર, એએમસી.શહેરમાં રસીકરણ વધારવા મ્યુનિ.એ મહાભિયાન શરૂ કર્યું છે. મ્યુનિ.ના આંક્ડા પ્રમાણે, દક્ષિણ-પશ્વિમ ઝોનમાં સૌથી ઓછી 1.75 અને પશ્વિમ ઝોનમાં સૌથી વધુ 6.56 લાખ લોકોને રસી અપાઈ છે.

શહેરમાં 18 વર્ષ ઉપરના લોકોની અંદાજિત વસતિ 42 લાખ છે, એ પૈકી 22.50 લાખ, એટલે કે 53 ટકા લોકોને પ્રથમ અને પાંચ લાખ, એટલે કે 12 ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. કોર્પોરેશન હદ વિસ્તારમાં આવતા મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં રસીકરણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. અધિકારીઓએ મુસ્લિમ ધર્મના આગેવાનો-ધર્મગુરુઓ સાથે બેઠક યોજી મહત્તમ લોકોને વેક્સિન લેવા અપીલ કરી છે.


Share

Related posts

ભરૂચ નગર પાલિકાના કર્મચારી કોરોના પોઝીટિવ આવ્યા બાદ તેના પરિવારના અન્ય સભ્યો પર કોરોના પોઝીટિવ આવતા ખળભળાટ

ProudOfGujarat

મોટામિયા માંગરોલ ખાતે આવેલ એસ.પી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલનું ધોરણ બારનું 95.16% પરિણામ આવ્યું.

ProudOfGujarat

રાજપીપળા નજીકથી બે બાઈક ચોરો સહીત 8 મોટરસાયકલ ઝડપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!