Proud of Gujarat
GujaratFeaturedINDIA

જગન્નાથની રથયાત્રા પહેલાં 108 કળશમાં પાણી લાવી જળાભિષેક કરાશે, જાણો કેટલા લોકોને મળશે મંજુરી ?

Share

કોરોના મહામારીને લઈ ભગવાન જગન્નાથજીની 144 મી રથયાત્રા યોજાશે કે કેમ એના પર હજી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. જોકે રથયાત્રા પહેલાં આવતીકાલે ગુરુવારે જળયાત્રા મહોત્સવ યોજાશે. સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરેથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવશે અને એનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે.

સવારે 9.30 વાગ્યાની આસપાસ આ જળયાત્રા યોજાશે. જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહેશે. મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે રથયાત્રા પહેલાં જેઠ મહિનાની પૂનમના દિવસે જળયાત્રા મહોત્સવ યોજાતો હોય છે. ગંગા નદીનું પાણી લાવી એનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવતો હોય છે.

આવતીકાલે પૂનમના દિવસે 108 કળશમાં નદીનું પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવશે. બાદમાં ભગવાનનો અભિષેક કરવામાં આવશે. ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવશે. બપોર બાદ ભગવાન મામાના ઘરે જશે. કોરોનાની ગાઇડલાઇન્સના પાલન સાથે 50 થી ઓછા લોકો હાજર રહેશે. માત્ર મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ જ જોડાશે. જળયાત્રામાં 1 ગજરાજ, 5 ધજા અને 5 કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે.

Advertisement

સાબરમતી નદી કિનારે સોમનાથ ભૂદરના આરેથી કળશમાં પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે. દર વર્ષે 108 કળશમાં પાણી ભરી વાજતે ગાજતે જળયાત્રા યોજાય છે, પરંતુ કોરોના મહામારીને કારણે જળયાત્રા સાદાઈથી ઓછા લોકો અને ભક્તો વિના યોજાશે. મંદિરમાં જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભગવાનની 144 મી રથયાત્રા યોજાશે કે કેમ એ અંગે હજી નિર્ણય લેવાયો નથી.


Share

Related posts

પાલેજ : બ્લુમૂંન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફેમિલી ડેની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ-દહેજ માર્ગ ગુરુવારે સાડા સાત કલાક બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

ProudOfGujarat

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું વડોદરા એરપોર્ટ પર આગમન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!