Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાઇડલાઇનના ધજાગરા : BJP કોર્પોરેટરના પતિએ કર્ફ્યૂમાં જાહેરમાં બિયરની બોટલ ખોલી : કોર્પોરેટર નીતુ પરમારના પતિ સહિત 10 થી 12 સામે ગુનો દાખલ.

Share

અસારવાના રેલવે સ્ટેશન કમ્પાઉન્ડમાં સોમવારની મોડી રાતે કર્ફ્યૂનો ભંગ કરી બુટલેગર અને તેના મિત્રોએ ખુલ્લેઆમ બર્થડે પાર્ટી કરી હતી,અસારવાના રેલવે સ્ટેશન કમ્પાઉન્ડમાં બુટલેગરના બર્થડે પર કેક કાપી, શેમ્પેઇનની બોટલ ફોડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. તેમાં ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપનાં મહિલા કોર્પોરેટર નીતુ પરમારના પતિ સચિન પરમાર પણ હોવાનું વીડિયોમાં દેખાતું હતું.

રેલવે જીઆરપીએ 10 થી 12 લોકો સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે, જેમાં અન્ય લોકોની સાથે ઇન્ડિયા કોલોની વોર્ડનાં મહિલા કોર્પોરેટર નીતુ પરમારના પતિ પણ આ પાર્ટીમાં સામેલ હોવાનું અને તેજ શેમ્પેઇનની બોટલ ફોડતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

વીડિયોના આધારે જીઆરપી પોલીસે બે અલગ અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ આ ઘટના વિશે પૂછવા નીતુ પરમારને ફોન કર્યો હતો, પરંતુ તેમણે ફોન રિસિવ કર્યો ન હતો.મહિલા કોર્પોરેટરનો પતિ સચિન પણ બુટલેગર હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે. મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી સમયે નીતુ પરમારને ટિકિટ મળી, ત્યારે પણ કેટલાક લોકોએ તેનો પતિ બુટલેગર હોવાના આક્ષેપ સાથે તેનો વિરોધ કર્યો હતો.
કર્ફ્યૂનો ભંગ કરી મહિલા કોર્પોરેટરના પતિ બુટલેગરની બર્થડે પાર્ટીમાં શેમ્પેઇનની બોટલ ફોડતો હોવાના વીડિયો અંગે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરીએ તપાસ કરી પગલાં લેવાની માંગણી કરી છે.


Share

Related posts

વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત : નાગરવાડામાં ગાયે દિવ્યાંગ યુવકને 10 થી વધુ ભેટી મારી.

ProudOfGujarat

પાનોલી નજીક બાકરોલ બ્રિજ પાસેની દુકાનમાંથી શંકાસ્પદ એસ.એસ ના વાલ્વ સાથે ત્રણ ઈસમોને ક્રાઇમ બ્રાંચ એ ઝડપી પાડયા

ProudOfGujarat

હિન્દી વક્તૃત્વ સ્પર્ધા નવસારી હાઈ.નું ગૌરવ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!