Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : ત્રણ વર્ષમાં એરપોર્ટ પર 59 વખત બર્ડ હીટ : એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં ગાય-વાંદરા પણ ઘૂસ્યા.

Share

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંચાલિત દેશના 135 થી વધુ એરપોર્ટમાંથી 20 જેટલા એરપોર્ટના ઓપરેશનલ એરિયા (જ્યાં ફ્લાઈટ પાર્ક થાય છે તે એરિયા) તેમજ રનવે સુધી પ્રાણીઓ ઘૂસી ગયા હોવાની ઘટના નોંધાઈ છે. જેમાં ગાય તેમજ વાંદરા અમદાવાદ એરપોર્ટના ઓપરેશનલ એરિયા સુધી પહોંચ્યા હોવાની ઘટના નોંધાઈ છે જે બર્ડ હીટ કરતા પણ વધુ ભયજનક છે. દેશના 20 એરપોર્ટમાં પ્રાણીઓ ઘૂસવાની ઘટનામાં ગુજરાતના અમદાવાદ ઉપરાંત વડોદરા અને સુરત સામેલ છે. બીજી બાજુ આ જ સમયગાળા દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની 59 ઘટના નોંધાઈ હતી. અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ, સુરત, કંડલા એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનાઓ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, જો બર્ડ હિટને કારણે કમનસીબે કોઈ દુર્ઘટના બને તો ફ્લાઇટમાં સવાર 200 જેટલા મુસાફરોના જીવ જોખમમાં મૂકાઈ શકે છે. જો આ જ ઘટનાને ધ્યાને રાખીએ તો 59 વખત બર્ડ હિટમાં દુર્ઘટના થઈ હોત તો સરેરાશ 11 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હોત.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આરટીઆઈના જવાબમાં આપવામાં આવેલી માહિતી મુજબ વર્ષ 2017-18 માં ગાય અને 2019-20 માં વાંદરો અમદાવાદ એરપોર્ટના ઓપરેશનલ એરિયા સુધી પહોંચી ગયા હતા. તેની સામે 2018-19 માં વડોદરા એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં શાહુડી મૃત અવસ્થામાં મળી આવી હતી. જ્યારે 2019-20 માં સુરત એરપોર્ટના રનવે પરથી બે શિયાળ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. અન્ય એરપોર્ટ પરથી પણ નાના પ્રાણીઓ કૂતરા, શિયાળ, સસલું વગેરે પ્રાણીઓ મળી આવ્યા હતા.

Advertisement

એ જ રીતે ફ્લાઈટ મુવમેન્ટ માટે બર્ડ હીટની ઘટના પણ ભયજનક માનવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટનું સંચાલન હવે ખાનગી કંપની દ્વારા કરાઈ રહ્યું છે. ત્યારે એરપોર્ટ પર બર્ડ હીટની ઘટના ન બને તે માટે લગભગ સાડા ત્રણ કિલોમીટર લાંબા રનવેની બંને બાજુએ લીલું ઘાસ કાપવામાં આવ્યું છે. તેની સાથે જ રનવે પર 15 જેટલા કર્મચારીઓ મુકવામાં આવ્યા છે જેઓ ફ્લાઈટના ટેકઓફ અને લેન્ડિંગ પહેલા ફટાકડા ફોડી પક્ષીઓને ભગાડવાની કામગીરી કરે છે. એ જ રીતે એરપોર્ટની આજુબાજુના વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તારોના લોકો જ્યાં ત્યાં કચરો ન નાંખે તે માટે તેમને કચરો એકત્ર કરવા ડબ્બો આપવામાં આવ્યો છે.


Share

Related posts

નડિયાદના કેરીયાવી ગામથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

ProudOfGujarat

ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલુશ નીકળ્યું, મોટી સંખ્યામાં લોકો જુલુશમાં જોડાયા

ProudOfGujarat

ભરૂચનાં કસક ગરનાળામાં ટેમ્પો ફસાતાં ટ્રાફિકજામ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!