Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતના સૌથી નાના બાળકે MIS-Cની બિમારીને મ્હાત આપી:9 દિવસની સારવાર બાદ હાલ બાળક સ્વસ્થ

Share

કોરોનાની બીજી લહેર પૂર્ણ થવાના આરે છે પરંતુ કોરોનાની બીજી લહેરમાં નાના બાળકો પણ સપડાયા હતા. જેના કારણે બીજી લહેર નાના બાળકો માટે ઘાતક સાબિત થઇ છે. કોરોનાગ્રસ્ત બાળકો પર MIS-C એટલે કે મલ્ટીઓર્ગન ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ રોગે ભરડો લીધો છે. MIS-C રોગથી બાળકોનો જીવ પણ જઈ શકે છે. હાલમાં અમદાવાદમાં ગુજરાતના સૌથી નાના બાળકએ MIS-C નામની બીમારીને મ્હાત આપી છે.
અમદાવાદના વૈષ્ણવદેવી વિસ્તારમાં રહેતા પરિવારના બાળકને જન્મના 12 કલાકમાં જ MIS-C બિમારી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ બાળકની સઘન સારવાર કરવામાં આવતા બાળકે બીમારીને મ્હાત આપી છે. 12 કલાકના બાળકને MIS-Cની સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.કોરોના બાદ બાળકોમાં MIS-Cનું પ્રમાણ વધ્યું છે. શહેરમાં બાળકને જન્મતાની સાથે જ 12 કલાકમાં MIS-C એટલે કે મલ્ટીઓર્ગન ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ રોગ થતા બાળક સેમી કોમા અવસ્થામાં પહોચ્યું હતું. જે બાદ ખાનગી હોસ્પિટલમા સારવાર માટે લઇ જવામાં આવ્યું હતું જ્યાં તબીબોની મહેનતના કારણે બાળકને નવું જીવન મળ્યું છે. 9 દિવસની સારવાર બાદ હાલ બાળક સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યું છે.
ઉલ્લેખનીય છે કે બાળકની માતા પ્રેગનેન્સીમાં 8માં મહિને કોરોના સંક્રમિત થઇ હતી. આ બાળકનો જન્મ થયો હતો. જન્મના 12 કલાકમાં જ બાળકને MIS-C બીમારી થઇ હતી. નવ દિવસ સુધી બાળકની NICUમાં સઘન સારવાર કરવામાં આવી હતી. જેમાં ચાર દિવસ ઓક્સિજન આપવામાં આવ્યો હતો.આ બાળકને હૃદયના પમપિંગ મજબૂત કરવાં માટેની દવા આપવામાં આવી હતી. આ બાળકને IV-IG ઇન્જેક્શન આપવામાં આવ્યા અને સ્પોટીવ એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવી હતી. આ બાળકને ફેફસાં મગજ કિડની અને હૃદય ઉપર રોગની અસર થઈ હતી.

Advertisement

Share

Related posts

નડિયાદમાં પૂર્વ સી.એમ એ ૧૯૪ તપસ્વીઓને પારણા કરાવાયા.

ProudOfGujarat

સુરત શહેર-જિલ્લામાં 166 કોરોના ગ્રસ્ત, શહેરમાં 1 નું કરૂણ મોત

ProudOfGujarat

નેત્રંગમાં અનાજ – કરીયાણાનાં વેપારીઓ છુટછાટની આડમાં પ્રતિબંધિત ગુટકા, બીડી, તમાકુનો વેપાર ચારથી છ ગણાં ભાવથી ગેરકાયદેસર વેચાણ કરી જનતાને લૂંટતા હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!