Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

400 જવાનો સાથે અમદાવાદ પોલીસની મેગા રેડ, દારુના અડ્ડા પકડ્યા

Share

 

નશાબંધીને લઈને વેપાર વધતો જાય છે, અને આ કાયદાનો કડક અમલ થાય તે માટે મેગા સર્ચ ઓપરેશન કરાયું હતું. અમદાવાદના છારાનગર વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા રેડ હાથ ધરવામાં આવી હતી. 400 પોલીસના કાફલા સાથે પાડવામાં આવેલી આ રેડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સેક્ટર-2ની પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. 400થી વધુ પોલીસ જવાનો સાથે હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનમાં પોલીસે છારાનગર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. 2 DCP, 4 ACP, 20 PI, 400 પોલીસના કાફલા સાથે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં જુદી જુદી 50 ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસે આ વિસ્તારમાંથી મોટી માત્રામાં દારૂ બનાવવાના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. પોલીસે આ અડ્ડા પરથી દારૂ બનાવવાનો આથો ઝડપી પાડ્યો હતો. તેમજ કેટલીક જગ્યાઓએ દારૂ બનાવવા વપરાતી વસ્તુઓનો ત્યાં જ નાશ કરી દેવાયો છે. 3 કલાક સુધી ચાલેલા આ સર્ચ ઓપરેશનમાં પોલીસે સઘન કાર્યવાહી કરી હતી.

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ત્રણ કલાક ચાલેલી આ મેગા રેડમાં દારૂના 50 કેસ નોંધવામાં આવ્યા છે. તથા દારૂના અડ્ડા ચલાવતા 40 બુટલેગરોની પોલીસે અટકાયત કરી. 800 લીટર દેશી દારૂ નો રેડ દરમિયાન જ નાશ કરવામાં આવ્યો. 300 લીટર દેશી દારૂ નો જથ્થો કબજે કરવામાં આવ્યો.


Share

Related posts

રાજપીપલા: રસેલા ગામનાં 70 વર્ષના વૃદ્ધ વિધવા મહિલા સાથે કલિયુગના શ્રવણનું પરાક્રમ …

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં જાહેર સ્થળોએ માસ્ક કે કાપડથી મોઢું – નાક ઢાંકવુ ફરજિયાત બનાવાયું, જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ.

ProudOfGujarat

સુરત : મહુવા તાલુકાની ધનગૌરી સાર્વજનિક હાઇસ્કુલ વલવાડા ખાતે શિક્ષકોની ચિંતન શિબિર યોજાઈ.

ProudOfGujarat
error: Content is protected !!