Proud of Gujarat
FeaturedGujaratINDIA

બુટલેગર યુવતીઓ ટ્રેનમાં બેસી છેક મહારાષ્ટ્રથી બિયર આપવા આવી અમદાવાદ : 214 ટીન સાથે ચારની ધરપકડ.

Share

અમદાવાદ શહેરની કૃષ્ણનગર પોલીસે ચાર યુવતીઓને બિયરના 214 ટીન સાથે ઝડપી લીધી છે. પોલીસે લક્ષ્મી માછરે, પુર્ણિમા ભાટ, પૂજા તમાઉચીકર અને સુનિતા ટીડેગેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ચારેય યુવતીઓ છેક મહારાષ્ટ્રથી દારૂ લઈને ટ્રેનમાં બેસી ગઈ હતી અને જલ્દી રૂપિયા કમાવવા માટે આ પ્રકારે દારૂની ખેપ મારતી હતી. અગાઉ પણ આ યુવતીઓ આ રીતે દારૂ લઈને અમદાવાદ આવી ચૂકી હતી. કૃષ્ણનગર પોલીસે મહારાષ્ટ્રની અલગ અલગ જગ્યા પર રહેતી લક્ષ્મી માછરે, પુર્ણિમા ભાટ, પૂજા તમાઉચીકર અને સુનિતા ટીડેગેની 214 બિયરના ટીન સાથે ધરપકડ કરી છે. આ મહિલાઓ કુબેરનગરમાં રહેતા બુટલેગર તેજસ તમચેને આ બિયરનો જથ્થો આપવાની હતી. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.જે.ચૌહાણે જણાવ્યું કે મહારાષ્ટ્રની આ ચાર યુવતીઓ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે દારૂની ખેપ મારતી હતી. ચારેય યુવતીઓ દારૂનો જથ્થો અલગ અલગ બેગમાં મુકીને ટ્રેનમાં બેસી જતી હતી. ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચારેય યુવતીઓ એકબીજા સાથે વાતચીત કરતી નહી. અમદાવાદ આવે એટલે રીક્ષામાં એક સાથે બેસી જતી હતી. ચારેય યુવતીઓ અગાઉ પણ અમદાવાદમાં દારૂની ખેપ મારી હોવાનું સામે આવ્યુ છે. હાલ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

આ યુવતીઓ મહારાષ્ટ્રથી અમદાવાદ આવતી ટ્રેનમાં દારૂ લાવી રહી છે ત્યારે રેલવે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ટીમને બાતમી મળી હતી કે નવા નરોડા વિસ્તારમાં આવેલી નવી કેનાલ પાસે મહારાષ્ટ્રની કેટલીક યુવતી વિદેશી દારૂનો જથ્થો લઇને પસાર થવાની છે. આ બાતમીના આધારે કૃષ્ણનગર પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. જેમાં ચાર યુવતીઓ ત્યાંથી પસાર થઇ હતી, ત્યારે તેમને જોતાની સાથે પોલીસે તેમની અટકાયત કરી હતી અને થેલાની તપાસ કરી હતી. જેમાં પોલીસને યુવતીની બેગમાંથી બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની શ્રોફ એસ. આર. રોટરી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી ની કેમિકલ એન્જીનીયરીંગ બ્રાંચને એનબીએ દ્વારા એક્રીડીએશન પ્રાપ્ત થતા આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.

ProudOfGujarat

કોરોના સંકટમાં ચંપક સુખડિયા ટ્રસ્ટ દ્વારા નર્મદામાં જરૂરિયાતમંદોને અનાજ વિતરણ તથા ફૂડ પેકેટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અંકલેશ્વર તાલુકામાં સૌથી વધુ ૮૧ મિ.મિ વરસાદ નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!