અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સંખ્યાબંધ કેસોમાં સંડોવાયેલી સંગઠિત ટોળકી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે નાયબ પોલીસ કમિશનર (ઝોન-7) પ્રેમસુખ ડેલુ, એસીપી વી.જી. પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ એલ.ડી. ઓડેદરાએ સરકાર તરફે ફરિયાદી બની દરખાસ્ત રજૂ કરી હતી. આ સંદર્ભે કુલ 11 લોકોની વિરુદ્ધમાં ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એકટ અંતર્ગત ગુનો દાખલ કરી તેમની અટકાયત કરવામાં આવી છે. આ 11 પૈકી ત્રણ આરોપી સુલતાનખાન પઠાણ , અમીરખાન ઉર્ફે મામા પઠાણ તથા ઈરફાનહુસેન શેખ હાલમાં પાસા હેઠળ જેલમાં હોવાથી તમામનો જેલમાંથી કબજો મેળવી તેમની અટકાયત કરવામાં આવશે. હાલમાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, આરોપીઓ સામે ગુજસીટોક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા માટે છેલ્લા બે મહિનાથી કવાયત ચાલી રહી હતી. આ ફરિયાદ કુલ 32 પાનામાં દાખલ કરવામાં આવી છે. 11 સામે ગુનો દાખલ કરાયો
• સુલતાનખાન પઠાણ, અમીરખાન વજિદખાન પઠાણ, જમીરખાન વજીરખાન પઠાણ, નજીરખાન વજીરખાન પઠાણ, બકસૈયદ ઉર્ફે બકુખાન પઠાણ, વસીમ ઉર્ફે બાપુ કુરેશી, મોહંમદ નદીમ દહેલવી, મોહંમદ જાવેદ ઉર્ફે જાડિયો, ઈરફાન હુસેન કુતબુદ્દીન શેખ, સલીમ ઉર્ફે મોહસીન પઠાણ, મોહંમદ જુનેદ ઉર્ફે ટુકડી.