Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ ઇન્દોર હાઇવે પર બે ટ્રાવેલ્સની બસો વચ્ચે અકસ્માત સર્જાતા ૨૫ મુસાફરો ઇજાગ્રસ્ત

Share

ગળતેશ્વર પાસે અમદાવાદ- ઇન્દોર હાઇવે પર આજે મંગળવારની સવારે બે ટ્રાવેલ્સ બસો વચ્ચે અકસ્માત સર્જાતા અંદાજીત ૨૫થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. આ બનાવમાં કોઈ મોટી જાનહાનિ થઇ નથી. તમામ ઘાયલ મુસાફરોને અમદાવાદ તથા ગોધરા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે.

ગળતેશ્વર તાલુકના મેનપુરા પાસે પસાર થતા અમદાવાદ-ઈન્દોર હાઈવે પર  મંગળવારે વહેલી સવારે બાલાસિનોર તરફના રોડ પર બે ટ્રાવેલ્સ બસો વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બંને બસોમાં સવાર 25થી વધુ મુસાફરોને નાની-મોટી અને કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત સર્જાતા જ નજીકથી સ્થાનિકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ 108ની ટીમને જાણ કરવા આવી હતી. જ્યાં સ્થાનિકો અને પોલીસની મદદથી ઘાયલોને નજીકની ગોધરા સિવિલ હોસ્પિટલ અને તરફ ગંભીર ઈજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ એક બસ ઉજ્જૈનથી પરત ફરી અમદાવાદના નરોડાના મુસાફરોને ઉતારવા જતી હતી. જ્યારે બીજી બસના મુસાફરો મધ્યપ્રદેશથી જામજોધપુર જઈ રહી હતી. સ્થળ પર હાજર સ્થાનિકોએ જણાવ્યું કે રોડ પર ખૂબ મોટા અને અકસ્માત સર્જે તેવા ખાડાઓ પડેલા છે. અહીંયા અવાર-નવાર નાના-મોટા અકસ્માતો થતા હોય છે. ત્યારે આ બસો વચ્ચે થયેલો અકસ્માત પણ ખાડાના કારણે થયો હોવાનું લોકો જણાવી રહ્યા છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ : આકસ્મિક સંજોગોમાં તૈયારીના ભાગરૂપે GAIL (india) Ltd ગંધાર કારખાનામાં મોકડ્રીલનું સફળ આયોજન.

ProudOfGujarat

ભરૂચ : બાળકોનાં પ્રાથમિક શિક્ષણનાં એડમિશન માટે વાલીઓ ચિંતામાં મુકાયા.

ProudOfGujarat

અંકલેશ્વર ના રાજપીપલા રોડ ની આસપાસ ના વિસ્તારમાં ચાલતા કેમિકલ કૌભાંડ કરનારા ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!