Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં IIM બ્રિજ નજીક આંગડિયા કર્મીને ‘અકસ્માત કેમ કર્યો છે’ કહી બંટી-બબલી 25 લાખ રોકડ ભરેલી બેગ લૂંટી ગયા

Share

અમદાવાદના આઇઆઇએમ બ્રિજ પાસે બંટી-બબલીએ અકસ્માત થયો છે, તેમ કહીને આંગડિયા પેઢીના કર્મચારી સાથે ઝઘડો કર્યો હતો. થોડી જ વારમાં 25 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે આ બંને બંટી બબલીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે IIM વિસ્તારમાં આંગડિયા પેઢીનો કર્મચારી સીજી રોડથી 25 લાખ ભરેલી બેગ લઈને સિંધુભવન રોડ તરફ જઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા યુવક-યુવતી તે કેમ અકસ્માત કર્યો એમ કહીને તેની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. થોડી જ વારમાં બંન્ને યુવક-યુવતીએ આંગડિયા પેઢીના કર્મચારી સાથે ઝપાઝપી કરીને તેની પાસે રહેલી રૂપિયા ભરેલી બેગ સેરવીને ફરાર થઈ ગયા હતા. પોલીસને બનાવની જાણ થતાં જ અલગ-અલગ જગ્યાએ નાકાબંધી કરવામાં આવી હતી. અજાણ્યા યુવક-યુવતીને શોધવા માટે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

સુરતમાં ઝીંગા ઉદ્યોગમાં ‘વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ’ રોગ ફેલાતા અંદાજિત રૂ. 100 કરોડનું નુકસાન થવાની ભીતિ

ProudOfGujarat

લમ્પી વાઇરસને લઇને ખેડા જિલ્લા પશુપાલન વિભાગની ૪૦ ટીમો સર્વેની કામગીરીમાં લાગી.

ProudOfGujarat

વાગરાનાં વહિયાલ ગામ ખાતે માવતર ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!