Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધોળકામાં એક જ પરિવારે ઝેર દવા પી ને સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ, પિતા-પુત્રના મોત, માતા-નાના પુત્રની હાલત ગંભીર

Share

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં એક જ પરિવારે ઝેર દવા પીને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પિતા-પુત્રનું મોત નિપજ્યું છે, જ્યારે માતા અને અન્ય એક નાના પુત્રની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે જાણ થતા ધોળકા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, સામૂહિક આપઘાત પાછળનું હાલ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ, એવી ચર્ચા છે કે દીકરીએ પ્રેમલગ્ન કરતા પરિવારે સમાજમાં બદનામીના ડરે આવું પગલું ભર્યું હોઈ શકે છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ધોળકાના મફતપુરની રામદેવનગર સોસાયટીમાં રહેતા મૂળ મહેસાણાના કિરણભાઈ UGVCLમાં નોકરી હોવાથી ધોળકામાં પરિવાર સાથે રહેતા હતા. દરમિયાન કિરણભાઈએ તેમના પત્ની નીતાબેન અને બે પુત્ર હર્ષ અને હિરેન સાથે ઝેર દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તમામને સારવાર માટે ધોળકાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે કિરણભાઈ અને તેમના પુત્ર હિરેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે નીતાબેન અને હર્ષની હાલત ગંભીર હોવાથી તેઓ હાલ સારવાર હેઠળ છે.

Advertisement

મૃતક કિરણભાઈ મૂળ મહેસાણા જિલ્લાના રહેવાસી હતા

આ અંગેની માહિતી મળતા જ ધોળકા ટાઉન પોલીસનો કાફલો હોસ્પિટલે પહોંચી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ મુજબ, મૃતક કિરણભાઈ મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામના વતની હતા અને UGVCLમાં નોકરી કરતા હતા. હાલમાં ધોળકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પરંતુ, બીજી તરફ એવી અટકળો સેવાઈ રહી છે કે, દીકરીએ પ્રેમલગ્ન કરી લેતા સમાજમાં બદનામીના ડરથી પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.


Share

Related posts

વડોદરામાં સામાન્ય અકસ્માતમાં જૂથ અથડામણ : 19 આરોપીઓની ધરપકડ.

ProudOfGujarat

ભરૂચ : અયોધ્યાનગર સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, સીકલીગર ગેંગના બે આરોપીની પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

ભરૂચમાં બાળકે પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!