ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં અલગ-અલગ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને વ્હેલ શાર્કના સંરક્ષણના પ્રયાસો દર્શાવતી ફિલ્મ બતાવવામાં આવી. આ ઉપરાંત દેવેન મહેતા, પ્રોગ્રામ ઓફિસર ગુજરાત ઈકોલોજી કમિશન દ્વારા વિદ્યાર્થીઓને વ્હેલ શાર્ક વિશે ઉંડાણપુર્વક માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ.
આ કાર્યક્રમમાં એમ.જી.સાયન્સ કોલેજ, ગાંધીનગર સાયન્સ કોલેજ, મણીનગર સાયન્સ કોલેજ અને એફ.ડી. વુમન સાયન્સ કોલેજના આશરે 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સાથે વિદ્યાર્થીઓએ સરકારના મિશન લાઈફ કાર્યક્રમ વિશે પણ જાણકારી મેળવી હતી. ગુજરાત સાયન્સ સિટી અવિરતપણે આવા વિજ્ઞાનના પ્રચાર અને પ્રસારના કાર્યક્રમો કરતી રહે છે.
સાયન્સ સિટીમાં એક્વેરીયમની અંદર અનેક માછલીઓ કે જે દેશ અને વિદેશમાં જોવા મળે છે તે જોવા માટે રાજ્યભરમાંથી લોકો આવે છે ત્યારે તેને લગતી જાણકારી પણ લોકોને મળી રહે છે. આ ઉપરાંત પણ અન્ય પ્રકારના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. જે ખૂબ મહત્વના હોય છે. અવેરનેસને લગતી વિગતો સમજાવવામાં આવે છે.