અમદાવાદ ખાતે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના કર્મચારીઓ માટે લીડરશીપ તથા ઇન્ટીગ્રીટી વર્કશોપ યોજાયો હતો. જેમાં ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિટ્રેશનના રાજ્યભરના વર્ગ-1 અને વર્ગ-2ના 100 જેટલા અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ સેમિનાર એફ.ડી.સી.એ અને અમેરિકાની ખ્યાતનામ સંસ્થા આઇક્રેટેજી સોલ્યુશન દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં ‘‘લેન્ડિંગ વિથ ઇન્ટીગ્રીટી, ઇન્સ્પાઈરીંગ વિથ એક્શન તથા ડુ ધ રાઈટ થિંગ વ્હેન નો વન ઇઝ વૉચિંગ વિષય પર વર્કશોપ યોજાયો હતો. આ ઉપરાંત ઈન્ટીગ્રીટી ઇઝ માય પર્સનાલિટી વિષય પર વર્કશોપ પણ યોજાયો હતો. વધુમાં એફ.ડી.સી.એ ના 11 જેટલા અધિકારીઓએ અલગ અલગ વિષયો પર પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું, જે દર્શાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, એફ.ડી.સી.એ.ની જવાબદારી રાજ્યના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત દવાઓ તથા ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવાની હોય છે.
આ બાબતે ફુડ એન્ડ ડ્રગને લગતાં કાયદાઓ, જી.એમ.પી., જી.એલ.પી. વગેરે જેવા ટેકનીકલ વિષયો ઉપર અવારનવાર ટ્રેનિંગ પ્રોગ્રામ અને વર્કશોપનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ સૌ પ્રથમ વાર એફ.ડી.સી.એ.ના અધિકારીઓ માટે ઇન્ટીગ્રીટી ઇઝ માય પર્સનાલિટી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારનાં આયોજનો થકી અધિકારીઓ કર્મચારીઓના મોરલ અને સ્પીરીચ્યુઅલ લેવલમાં વધારો થશે અને આના થકી તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીમાં સુધારો થશે અને રાજ્યના નાગરિકોને સારી સેવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્કશોપમાં તાલીમાર્થીઓ દ્વારા હાજર રહેલા લોકોએ સ્વૈચ્છિક રીતે નાણાભંડોળ એકત્ર કર્યું હતું અને તે ભંડોળ અમદાવાદ બ્લાઈન્ડ એસોસિયેશનને આપવાનો નિર્ધાર કર્યો હતો.