Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદનાં મણિનગરમાં યુવતીની છેડતી કરતો વિધર્મી યુવક ઝડપાયો

Share

અમદાવાદમાં પૂર્વ વિસ્તાર મણિનગરમાં યુવતીની છેડતી કરતો યુવક ઝડપાયો છે. યુવતી પર નજર રાખી તેનો પીછો કરીને હેરાન કરતા યુવકને લોકોએ પકડી મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કરી દીધો હતો.

પૂર્વ વિસ્તારમાં ઈસનપુરમાં અગાઉ વિધર્મી યુવકે યુવતીની છેડતી કરી હતી આ ઘટના હજુ તાદ્રશ્ય છે ત્યારે એકવાર ફરી છેડતીની ઘટના સામે આવી છે. અમદાવાદમાં મણિનગરમાં વિધર્મી યુવકે યુવતીની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનાર યુવતીની ફરીયાદ પ્રમાણે યુવતીને રીક્ષા ચાલક આફતાબ છેલ્લા કેટલાક સમયથી હેરાન કરી રહ્યો હતો. યુવતીની છેડતી કરતા તેને બૂમાબૂમ કરી હતી અને સ્થાનિકો એકઠા થઈ જતા લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો. યુવતીના મત મુજબ તે છેલ્લા એક મહિનાથી હેરાન કરતો હતો. રીક્ષા ચાલક તેનો પીછો કરીને હેરાન કરતા બે ત્રણ દિવસે પરીવારજનોએ પણ તેને શોધવાનો પ્રયત્ન કર્યો હતો.

Advertisement

આ મામલે આરોપી આફ્તાબે લોકોના ટોળા સમક્ષ ગુનાની કબૂલાત કરતા માફી માંગી હતી. ત્યાંના સ્થાનિકોએ વીડિયો ઉતારીને કેટલીક વિગતો પૂછી હતી. તેણે કહ્યું હતું કે, તેના ઘરમાં કોઈ નથી રહેતું અને તેને માફી માંગી હતી. આખરે તેને પોલીસને સોંપાતા આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.


Share

Related posts

ભરૂચ દહેજ રેલવે લાઈન ઉપર આવેલ દયાદરા સ્થિત ફાટક નંબર 11 બે દિવસ બંધ રહેશે, વૈકલ્પિક ફાટકનો ઉપયોગ કરવા રેલવે દ્વારા જાહેર નોટિસ અપાઈ.

ProudOfGujarat

ભરૂચ-કોરોનાની રી.એન્ટ્રી, વડોદરા-સુરત ની બોર્ડરો પર કરવામાં આવશે નો એન્ટ્રી,? શહેરમાં પબ્લિકની અવર જવર મુશ્કેલીઓમાં વધારો કરે તો નવાઇ નહિ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 76.63 % જંગી મતદાન નોંધાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!