Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ – માંડલ ગામમાંથી 6 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

Share

અમદાવાદ જિલ્લામાં માંડલમાંથી એસઓજીએ કાર્યવાહી કરતા 59 હજાર ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જેની કિંમત 6 લાખ થાય છે. આરોપી રીક્ષામાં ડ્રગ્સ લઈને જતો હતો. આ મામલે બાતમીના આધારે તપાસ કરતા તેને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી છે.

શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પણ ડ્રગ્સનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. માંડલ ગામમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય ક્ષેત્રે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગ્રામ્ય એસઓજીએ ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. 6 લાખની કિંમતનું 59 હજાર ગ્રામનું એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. આરોપી મુન્નવર સાલારની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

અંદાજ લગાવી શકાય છે કે, ડ્રગ્સનું દૂષણ ન કે ફક્ત શહેરો પૂરતું પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે પણ ડ્રગ્સની હેરાફેરી થતા યુવાનો સુધી પહોંચી રહ્યું છે. ડ્રગ્સના દૂષણને મોટાપાયે ડામવા માટે કામગિરી ગૃહ વિભાગની થઈ રહી છે પરંતુ શરહદો ઉપરાંત શહેરો અને હવે તો ગ્રામ્ય ક્ષેત્રે પણ ડ્રગ્સ જોવા મળી રહ્યું છે. ત્યારે આ ઝૂંબેશ અંતર્ગત ફરી એકવાર એસઓજીએ સતર્ક બનીને કાર્યવાહી કરી હતી.


Share

Related posts

શિકારી ખુદ શિકાર હો ગયા : વલસાડ તાલુકામાં મરઘાનો શિકાર કરવા જતા દિપડો પાંજરે પુરાયો.

ProudOfGujarat

કરજણ નજીક ટ્રેલરે કપચી ભરેલા હાઇવા ટ્રકને ટક્કર મારતા કપચી રોડ પર પથરાતા ટ્રાફિક જામ સર્જાયો.

ProudOfGujarat

સુરત ક્રાઈમ બ્રાન્ચે બાંગ્લાદેશી યુવકને નકલી ડોક્યુમેન્ટ બનાવી આપનાર બે આરોપીની ધરપકડ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!