ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક રહી હતી. જોકે, હવે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામમે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ હોસ્પિટલમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે, જેને કારણે એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9,305 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં સૌથી વધુ સંક્રમણ ધરાવતા અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2527 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ 459 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યામા એકાએક ઘટાડો થયો છે.જ્યા 1200 બેડની હોસ્પિટલમાં 400 બેડ ભરેલા અને 800 બેડ ખાલી છે,2200 બેડ સામે 600 બેડ ભરેલા,7 કોરોના વોર્ડ બંધ કરવામાં આવ્યા.
અમદાવાદ શહેરમા છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 2527 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 459 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સુરત ગ્રામ્યમાં 212 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 86 લોકોને ચેપ લાગ્યો હતો. સુરત શહેરમાં 421 દર્દીઓ કોરોનાથી સાજા થયો તો 181 લોકો થયા સંક્રમિત.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં ગત 5 મી મેના રોજ 1 લાખ દર્દીઓ સાજા થયા હોવાનું મ્યુનિ.ની વેબસાઇટ પર સત્તાવાર રીતે દર્શાવવામાં આવ્યું હતું. જે બાદ માત્ર 20 દિવસમાં જ શહેરમાં 200242 દર્દીઓ સાજા થયા હોવાનું સત્તાવાર રીતે દર્શાવવામાં આવ્યું છે. શહેરમાં ગત 5 મી મે ના રોજ કુલ 66956 એક્ટિવ દર્દીઓ હતાં. જે બાદ તબક્કાવાર રીતે એક્ટિવ કેસની સંખ્યા ઘટતાં તે આજે 20154 પર પહોંચી છે. તેને ધ્યાને લઇએ તો શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 5 મી મે થી અત્યાર સુધીમાં 46805 જેટલી ઘટી છે. સામે શહેરમાં છેલ્લા 20 દિવસમાં 42761 જેટલા નવા દર્દીઓ વધ્યા છે. શહેરમાં 5 મી મેથી 25 મી મે સુધી સરકાર દ્વારા સત્તાવાર રીતે ડિસ્ચાર્જ જાહેર કરેલા દર્દીઓની કુલ સંખ્યા 97080 છે.