Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદના જીવરાજ પાર્કમાં બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

Share

અમદાવાદ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે. આ આગ લાગવાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

અમદાવાદ શહેરમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે. શહેરના જીવરાજ પાર્કમાં આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે ફાયર વિભાગની 10 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને હાલ આગ પર કાબું મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. પ્રાથમિક વિગત પ્રમાણે બિલ્ડિંગના લિફ્ટમાં આગ લાગી હતી. જો કે હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. આ આગની ઘટનાથી બિલ્ડિંગમાં નાસભાગ થઈ હતી. આગમાં ફસાયેલા ત્રણ લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું.

Advertisement

શહેરના જીવરાજ પાર્કમાં આવેલા એક ખાનગી પેટ્રોલ પંપ નજીક અવધ આર્કેડ બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ બિલ્ડિંગના બેઝમેન્ટમાં આવેલી લિફ્ટમાં લાગી હતી. આગ લાગતા ધુમાડો આખી બિલ્ડિંગમાં ફેલાયો હતો. આ આગના બનાવને પગલે અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. અવધ આર્કેડમાં હોટલ અને ગાડીનો શોરૂમ આવેલો છે. આગ પર કાબું મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે.


Share

Related posts

ભરૂચ : નબીપુરમાં આધેડ વૃદ્ધને ઉછીના લીધેલ રૂપિયા પરત આપવાના બહાને ઘરે બોલાવી હત્યા કરવાના ગુનામાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

જામનગર જિલ્લાના સુમરી ગામના ખેડુત બન્યા આત્મનિર્ભર

ProudOfGujarat

વડોદરામાં કોંગ્રેસ દ્વારા પાણી સહિતની અન્ય અસુવિધા અંગે વડાપ્રધાનને રજૂઆત કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!