Proud of Gujarat
FeaturedGujaratINDIA

વીરોને વંદન, માટીને નમન – અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં થશે શહીદ વનનું નિર્માણ

Share

અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં શહીદ વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે કેમ્પસમાં ૩૦૦ વૃક્ષોને શહીદોના નામ આપી, વાવેતર તથા ઉછેર કરાશે. રોટરી ક્લબ સાથે મળીને પોલિટેકનિક કોલેજનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સ્વતંત્રતા પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે મેરી માટી, મેરા દેશ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલા ગવર્મેન્ટ પોલિટેકનિક કેમ્પસ ખાતે શહીદોના સન્માનનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે.

Advertisement

ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ અને રોટરી ક્લબના સંયુક્ત પ્રયાસથી કેમ્પસમાં ૧૫ ઓગસ્ટના રોજ ૩૦૦ વૃક્ષોનું વાવેતર કરાશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ વૃક્ષોને ભારતભૂમિ માટે વીરગતિ વહોરનાર શહીદોના નામ આપવામાં આવશે.

પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલ ભાસ્કર ઐયર ના જણાવ્યા પ્રમાણે કોલેજની જ નેશનલ કેડેડ કોર (NCC) અને નેશનલ સર્વિસ સ્કીમ (NSS) પાંખ આ વૃક્ષોનું જતન કરશે. ૩૦૦ વૃક્ષોના વાવેતરથી કોલેજ કેમ્પસમાં એક અલાયદુ અર્બન ફોરેસ્ટ બની જશે જેનો લાભ કેમ્પસના વિદ્યાર્થીઓ ઉપરાંત સ્થાનિકોને પણ મળશે. કોલેજ કેમ્પસમાં ગ્રીનરી જળવાઈ રહે તે માટે વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવશે.


Share

Related posts

ઝાલૉદ તાલુકા ના હાઇવે મા જતી જમીન બાબતે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાયો

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકામાં 500 (પાંચસો)થી વધુ આ પરિવાર ને 100 (સો)ચોરસ વારના પ્લોટ આપવામાં આવેલ છે.

ProudOfGujarat

ભરૂચ : લાભ પાંચમનાં પવિત્ર દિવસે વેપારીઓએ પૂજા કરી ધંધા રોજગારની શરૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!