અમદાવાદમાં ઈડીનો નકલી ઓફિસર બનીને ફરતો આરોપી ફરીયાદ બાદ ઝડપાયો હતો. આ મામલે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા તેના 7 દિવસના રીમાન્ડ મંજૂર કરાયા છે. આ દરમિયાન પોલીસ દ્વારા 1.5 કરોડની છેતરપિંડી સિવાય અન્ય કોઈની સાથે છેતરપિંડી આચરી છે કે કેમ તે મામલે પણ પૂછપરછ કરવામાં આવશે.
ઓમવીરસિંહ નામના આરોપીના રીમાન્ડ 7 દિવસ જેટલા મંજૂર કરાયા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા બેન્ક ખાતામાંથી 60 લાખ સિઝ કરાયા છે. ઈડીના અધિકારીની ઓળખ આપીને 1.5 કરોડની છેતરપિંડી વેપારી સાથે કરી હતી. આ મામલે ઓમવીરસિંહના પૂર્ણ થયા બાદ તેને કોર્ટમાં રજૂ કરાશે.
નકલી ઈડી ઓફિસર બનીને ફરીયાદી પાસેથી અન્ય કામ કરવા માટે આ રકમ લીધી હતી. લોકોને સરકારના કામ કઢાવી આપવા અને ટેન્ડર અપાવવાના બહાને રુપિયા પડાવતો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાનો ભાંડો વેપારી પાસેથી છેતરપિંડી કર્યા બાદ ફૂટ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ઓમવીરસિંહે ત્રણ માસ મહિના પહેલા ચિટીંગ કર્યાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. વેપારી પાસેથી 1.5 કરોડની છેતરપિંડી આચરી હતી. ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાતા 7 દિવસના રીમાન્ડ માગવામાં આવતા 7 દિવસના રીમાન્ડ મંજૂર કરાયા છે.