મહાઠગ કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટ થકી અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો અને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જમ્મુ કશ્મીર પોલીસની કસ્ટડીમાં હતો ત્યારે હવે મોરબીના વેપારી સાથે ઠગાઈના કેસમાં તેની ફરીથી ધરપકડ કરી અમદાવાદમાં લવાયો હતો.
અમદાવાદમાં ગ્રામ્ય કોર્ટમાં હાજર કરીને પોલીસે તેની કસ્ટડી દર્શાવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ ફરીથી હાથ ધરવામાં આવશે ત્યારે વધુ કેટલાક ખુલાસાઓ ઠગને લઈને થઈ શકે છે.
એક બાદ એક ચારથી વધુ અમદાવાદમાં નોંધાઈ હતી. મોરબીના વેપારીઓ સોલા પોલીસ સ્ટેશનમાં છેલ્લી ફરીયાદ નોંધાઈ હતી. પીએમઓના ઓફિસર તરીકે ઓળખ આપીને મકાન પચાવી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પીએમઓના ઓફિસર તરીકેની ઓળખ આપીને અનેક લોકોને ઠગ્યા છે. ખોટા ઓળખકાર્ડ બનાવીને ફરતો હતો.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેના એક સપ્તાહના રીમાન્ડની માગ કરવામાં આવશે. આ ઉપરાંત આ કેસમાં વધુ ખુલાસાઓ થશે. જો કે, 4 કેસમાં કાર્યવાહી ચાલી રહી છે. જેમાં સોલામાં નોંધાયેલી ફરીયાદના આધારે તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરાશે.
આ પહેલા પણ તેને અમદાવાદમાં લાવીને રીમાન્ડ લઈને વધુ પૂછપરછ કરાઈ હતી. જો કે, ફરીથી કેસ નોંધાતા ફરીથી તેને અમદાવાદમાં લાવવામાં આવ્યો છે.