Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ – ગુજરાત વિદ્યાપીઠમાં દારુની બોટલ ઝડપાઈ, હોસ્ટેલની રૂમને કરાઈ સીલ

Share

વિદ્યાપીઠના પ્રાણજીવન છાત્રાલયમાંથી દારુની બોટલ મળી આવી છે. છાત્રાલાયના રુમ નંબર 41 માંથી દારુની બોટલ મળી આવતા ફરી એકવાર ગુજરાત વિદ્યાપીઠ વિવાદમાં આવી છે.

પ્રાણજીવ છાત્રાલાયમાં ગૃહપતિની તપાસમાં દારૂની બોટલ મળી આવી છે. હોસ્ટેલની અંદરના રૂમમાંથી દારૂની બોટલ મળી આવતા આ રૂમને સીલ કરાયો છે. વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત છે. ગાંધી સ્થાપીત ગુજરાત વિદ્યાપીઠમાં જ દારુની બોટલ ઝડપાઈ છે. સવાલ એ થાય છે કે, ગુજરાત વિદ્યાપીઠમાં દારુની બોટલ ક્યાંથી આવી.

Advertisement

એક તરફ નશા મુક્તિ અને દારુના દૂષણો સામે ગુજરાત વિદ્યાપીઠી દ્વારા ગામેગામ પદયાત્રાઓ કરીને લોકોને અવેર કરવામાં આવે છે બીજી તરફ આ પ્રકારે ગુજરાત વિદ્યાપીઠમાં જ દારૂની બોટલ મળી આવી છે. એક પછી એક વિવાદો ગુજરાત વિદ્યાપીઠમાં સામે આવી રહ્યા છે.

ત્યારે ફરી એકવાર આ વિવાદ પણ સામે આવ્યો છે. અગાઉ વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં ફેરફારને લઈને વિવાદ વકર્યો હતો. ત્યારબાદ વિદ્યાપીઠમાં કચરાનો વિવાદ સામે આવ્યો હતો આ ઉપરાંત ગઈકાલે જ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ચરખો કાંતીને પણ કેટલીક માંગ સાથે કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો અને આજે દારુની બોટલ મળી આવતા ફરી એકવાર નવો વિવાદ સામે આવ્યો છે.


Share

Related posts

ભરૂચ તાલુકાની ટંકારીયાની શાળામાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

ચાણોદ-કેવડિયા રેલ્વે માટે જમીન સંપાદન રદ્દ કરવા ગરૂડેશ્વર અને તિલકવાડા ખેડૂત સમાજે વિરોધ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું…

ProudOfGujarat

વિવેક રંજન અગ્નિહોત્રીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ‘GIFA ગોલ્ડન એવોર્ડ’થી સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!