ગુજરાત હાઈકોર્ટે મંગળવારે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. મુંબઈના બિઝનેસમેન બિરજુ સલ્લાને એરક્રાફ્ટ હાઈજેક કરવાના આરોપમાંથી મુક્ત કર્યા છે. સલ્લાને અગાઉ 2017 માં મુંબઈ-દિલ્હી ફ્લાઈટને હાઈજેક કરવાની ધમકી આપતો પત્ર રાખવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. હાઈકોર્ટે સલ્લાને મોટી રાહત આપી છે.
મીડિયા અહેવાલ મુજબ, હાઇકોર્ટની એક ડિવિઝન બેન્ચે સ્પેશિયલ NIA કોર્ટના 2019 ના ચુકાદાને રદ કર્યો, જેમાં સલ્લાને આજીવન કેદની સજા ફટકારવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો કે, તેની જપ્ત કરેલી મિલકતો મુક્ત કરવામાં આવે અને ટ્રાયલ કોર્ટ દ્વારા તેના પર લાદવામાં આવેલ દંડ પરત કરવામાં આવે.
ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે, આરોપી બિરજુ સલ્લાને “શંકાસ્પદ પુરાવાના આધારે” એરક્રાફ્ટ હાઈજેક કરવાના ગુના માટે દોષિત ઠેરવી શકાય નહીં. ગુજરાત હાઈકોર્ટે મંગળવારે મુંબઈના બિઝનેસમેન બિરજુ સલ્લાને એરક્રાફ્ટ હાઈજેક કરવાના આરોપમાંથી મુક્ત કર્યા છે. સલ્લાને અગાઉ 2017માં મુંબઈ-દિલ્હી ફ્લાઈટને હાઈજેક કરવાની ધમકી આપતો પત્ર રાખવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. શંકા બહારના પુરાવાના આધારે અપહરણના ગુના માટે દોષિત ઠેરવી શકાય નહીં.