Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓગસ્ટની રજાઓમાં અમદાવાદથી ગોવાની ટિકિટોના ભાવો અધધ વધ્યા

Share

15 ઓગસ્ટ આવી રહી છે ત્યારે તેના એક દિવસ પહેલા શનિવાર અને રવિવારની રજા છે આ મિની વેકેશનની તૈયારીઓ અત્યારથી જ ગુજરાતીઓએ ફરવા માટે કરી દીધી છે. અમદાવાદથી ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્રી સહીતના સ્થળોએ ફરવાના પ્લાન પણ બનાવી લીધા છે. ત્યારે ગોવાના પ્લેનનું ભાડામાં મોટો વધારો થયો છે. સામાન્ય દિવસોની સરખામણીએ 4 થી 5 ગણો ટિકિટોના ભાવોમાં વધારો થયો છે.

12 ઓગસ્ટના રોજ શનિવાર જ્યારે 13 ઓગસ્ટના રોજ રવિવાર છે સોમવારના એક દિવસે રજાઓ ઓફિસોમાં કર્મચારીઓએ મુકી છે જેથી 15 ઓગસ્ટ મંગળવારની રજા છે માટે ચાર દિવસની રજાઓનો એ મિની વેકેશન સમાન હોવાથી અમદાવાદીઓએ ગોવા અને રાજસ્થાનના પેકેજ વધુ બુક કરાવ્યા છે. ઉદયપુર, આબુ સહીતની હોટલો ગુજરાતીઓથી અત્યારથી જ ફૂલ થઈ ગઈ છે જ્યારે ગોવાનું એરફેરનું ભાડું 12 થી લઈને 19 હજાર સુધીનું પહોંચ્યું છે જ્યારે વન વે એર ફેરનું ભાડું 8 થી લઈને 10 હજાર જેટલું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રીના ફ્લાઈટોના ભાડા પણ વધ્યા છે. અમદાવાદથી પૂણેનું એરફેરનું ભાડું 5700 થી 13 હજાર આસપાસ પહોંચ્યું છે. પૂણેથી લોનાવાલા સહીતના સ્થળોએ પહોંચવું સરળ બને છે માટે અમદાવાદથી મહારાષ્ટ્ર જનાર લોકોની પણ સંખ્યા વધુ છે.

Advertisement

આમ ખાણી-પીણીની સાથે સાથે ફરવાના શોખિન ગુજરાતીઓએ આ 4 દિવસની રજાઓનો પ્લાન અત્યારથી જ બનાવી દીધો છે. જેને જોતા ફ્લાઈટોના ભાડાઓ પણ વધ્યા છે.


Share

Related posts

સુરતનાં લાસકાણા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના, રામદેવ, ડાયમંડ નગર, કળથીયા સોસાયટીનાં હજારો કારીગરોએ રસ્તે આવીને ધમાલ કરી.

ProudOfGujarat

રાજપીપળામાં હવે વ્યાજખોરોની ખેર નથી નર્મદા જિલ્લા પોલીસ વડાનું સરાહનીય કાર્ય.

ProudOfGujarat

જંબુસર આંગણવાડી કેન્દ્રો ખાતે નવદુર્ગા બાલીકા પૂજન કાર્યક્રમ સંપન્ન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!