Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ – હેલિકોપ્ટરમાં બેસીને ફરીથી જોય રાઈડનો આનંદ માણી શકાશે, આ તારીખથી શરૂ થશે આ સર્વિસ

Share

અમદાવાદમાં જોય રાઈડનો આનંદ લોકોને ફરીથી માણવા મળશે. રીવરફ્રન્ટથી સાયન્સ સિટી સુધી હેલિકોપ્ટર જોય રાઈડ 12 ઓગસ્ટથી ફરી શરુ થશે. હેલિકોપ્ટરમાં બેસીને અમદાવાદનો ઉપરથી નજારો લોકો માણી શકશે.

નવેસરથી ટેન્ડર પ્રક્રીયા બાદ કોન્ટ્રાક્ટ ફરીથી જૂની કંપનીને મળ્યો છે. એરોટ્રાન્સ કંપની સાથે ગુજસેલ દ્વારા 11 મહિનાનો અગાઉ સમજૂતી કરાર થયો હતો. માર્ચ મહિનામાં અગાઉ આ રાઈડ શરુ થઈ હતી પરંતુ ફરીથી આ પ્રક્રીયા થઈ હોવાથી જોય રાઈડ 12 ઓગસ્ટથી શરુ થશે.

Advertisement

જાણો કેટલું હશે ટિકિટનું ભાડું

હેલિકોપ્ટરની મુસાફરી માટે 2478 રુપિયા ચૂકવવા પડશે. જેમાં તેમને રીવરફ્રન્ટથી પાલડી સુધીની રાઈડનો આનંદ માણવા મળશે. જોકે, અગાઉ આ ભાડું 2360 લેવામાં આવતું હતું પરંતું તેમાં 118 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે માટે ઓનલાઈન પણ બુકિંગ થઈ શકે છે.

વીકેન્ડ અને જાહેર રજામાં ચાલું રહેશે જોય રાઈડ

ખાસ કરીને વીકેન્ડમાં લોકો પરીવાર સાથે ફરવા માટે જતા હોય છે માટે શનિવાર અને રવિવાર ઉપરાંત જાહેર રજામાં જ જોય રાઈડ ચાલું રહેશે. ખાસ કરીને અગાઉ વીકેન્ડમાં વધુ લોકો આ રાઈડનો આનંદ માણતા હતા ત્યારે ફરીથી એકવાર આજ મહિનાથી જોય રાઈડનો આનંદ માણી શકાશે.


Share

Related posts

કચ્છ-ભચાઉ સબજેલ માંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલ ની દીવાલ કુદીને ફરાર-અનેક ચોરીમાં સંડોવાયેલ છે આરોપી..

ProudOfGujarat

ગોધરાનાં દાહોદ બાયપાસ હાઇવે ઉપર કાર ચાલકે બાઇકને ટક્કર મારતા ત્રણના મોત.

ProudOfGujarat

દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઈલની પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!