Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદનાં રાણીપ વિસ્તારમાં એક્ટિવા અને બીઆરટીએસ વચ્ચે અકસ્માત સર્જાયો

Share

અમદાવાદમાં ફરી એકવાર બીઆરટીસનો અકસ્માત થયો છે. એક્ટિવા અને બીઆરટીસ વચ્ચેના અકસ્માતમાં એક્ટિવા આગળથી બીઆરટીએસમાં ઘુસી જતા એક્ટિવા ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

અમદવાદામાં અવારનવાર બીઆરટીએસ અને એએમટીએસના અકસ્માતો સામે આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર બીઆરટીએસએ અકસ્માત સર્જ્યો હતો. એક્ટિવા ચાલકને 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ અકસ્માત રાણીપના એનઆરપટેલ ચાર રસ્તા પાસે બન્યો હતો. આ અકસ્માતની ઘટના સવારે 10 વાગ્યાના આસપાસ બની હતી.

Advertisement

એક્ટિવા અને બીઆરટીએસ વચ્ચે અકસ્માત થતા લોકો એકઠા થઈ ગયા હતા અને એક્ટિવા ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે ઈમરજન્સીમાં 108 ને તત્કાલ બોલાવવામાં આવી હતી. એક્ટિવા સામેથી આવતી બીઆરટીએસના આગળના ભાગમાં ઘુસી ગયું હતું. આમ બસ અને ટૂ વ્હિલર વચ્ચે સામ સામે આકસ્માત થયો હતો.

ખાસ કરીને બીઆરટીએસ પરની અકસ્માતની ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે ત્યારે અમદાવાદમાં સૌથી વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટ સાથે અકસ્માતો અત્યાર સુધીમાં એએમટીએના નોંધાયા છે. ત્યારે આ બાબતે તકેદારીના પગલા લેવા પણ અતિ આવશ્યક છે. કેમ કે, કેટલાક અકસ્માતોમાં લોકોનો જીવ પણ જતો રહે છે.


Share

Related posts

વાંકલ : શ્રી અટલ બિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “પ્રેમચંદ જયંતિ”ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

ProudOfGujarat

નડિયાદ : જિલ્લા કાર્યાલય કમલમ ખાતે શોકસભા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ૫૭ સ્થળોએ કોવિડ-૧૯ અંતર્ગત ફ્રી માં RTPCR અને રેપીડ ટેસ્ટીંગ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!