Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં 4 હજારની લાંચ લેતો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

Share

સરકારી તંત્રમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતાં ભ્રષ્ટાચારને ડામવા માટે લાંચ રુશ્વત બ્યુરો(ACB)ની રચના કરવામાં આવી છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની સામે વૈજ્ઞાનિક પુરાવા મેળવી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે એસીબીના ડાયરેક્ટરે આદેશ જારી કર્યો છે. ત્યારે અમદાવાદમાં એક પોલીસ કોન્સ્ટેબલ 4 હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના નારોલમાં કર્ણાવતી પોલીસ ચોકી ખાતે મારામારીની અરજી થઈ હતી. જેમાં અરજદારને લોકઅપમાં નહીં રાખવા તથા બારોબાર કોર્ટમાં રજૂ કરવા માટે સૌ પ્રથમ પોલીસ કોન્સ્ટેબલ નિર્મલસિંહ પરમારે 20 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ત્યારબાદ લાંબી રકજકના અંતે ચાર હજારની માંગ કરી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય તેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.

Advertisement

ACB એ આજે લાંચનું છટકું ગોઠવીને આરોપી પોલીસ કોન્સ્ટેબલ નિર્મલસિંહ પરમારને ફરિયાદી સાથે રૂબરૂ વાતચીત કરીને ચાર હજારની લાંચ લેતા રંગેહાથ પકડી લીધો હતો. આરોપીને એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ACB એ નારોલમાં કર્ણાવતી પોલીસ ચોકીની અંદરથી જ લાંચિયા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી લેતાં અન્ય કર્મચારીઓમાં પણ સોંપો પડી જવા પામ્યો છે.


Share

Related posts

વાલિયાના કરસાડ ગામમાં દીપડાનો આતંક, દીપડાને પકડી પાડવા ફોરેસ્ટ વિભાગે પાંજરુ ગોઠવ્યું

ProudOfGujarat

ભરૂચ સુપરમાર્કેટ એસોસીએશનનાં પ્રમુખનું ધંધા રોજગાર સવારનાં 8 થી બપોર નાં 2 સુઘી ચાલુ કરવા ડીએસપીને આવેદન.

ProudOfGujarat

ગાળો બોલવા બાબતે મારામારીનો બનાવ બન્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!