Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં 9 કિલો ગાંજા સાથે મહિલા સહિત બે આરોપીની ધરપકડ

Share

અમદાવાદમાં નશાનો કારોબાર વધુ ફેલાઈ રહ્યો છે. શહેરમાં ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરીના બનાવો સામે આવી રહ્યાં છે. વિદેશી દારૂની હેરાફેરી પણ શહેરમાં હવે સામાન્ય બની ગઈ હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. શહેરમાં 98 હજારની કિંમતના 9 કિલો ગાંજા સાથે એક મહિલા સહિત બે આરોપીઓની એસઓજી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરમાં નશાના કારોબારને અટકાવવા માટે પોલીસ કામ કરી રહી છે. એસઓજી ક્રાઈમના અધિકારીઓને મળેલી બાતમીના આધારે શહેરમાં કેમ્પ હનુમાન મંદિરની બાજુમાં આવેલ સિમરન ફાર્મ એન્ડ રેસ્ટોરન્ટ પાસે જાહેરમાં ગાંજાની ડિલિવરી કરવા જતી એક મહિલા અને એક શખ્સને એસઓજી ક્રાઈમે ઝડપી પાડ્યાં છે. બાબુભાઈ ભાટી અને ડાહીબેન સોલંકીને ઝડપીને તેમની પાસેથી 98,480 રૂપિયાની કિંમતનો 9 કિલો 848 ગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે.

Advertisement

તાજેતરમાં જ શહેરમાંથી બે દિવસમાં જ 17.35 લાખનું ડ્રગ્સ પકડાયું હતું. જેમાં બે મહિલાઓ સહિત ચારની ધરપકડ કરવામાં આવી હતી. SOG ક્રાઈમ દ્વારા 17 લાખનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. અગાઉ NDPS ના ગુનામાં ઝડપાયેલા જાવેદ ખાન ઉર્ફે બાબા બલોચને આ વખતે પણ ડ્રગ્સના કેસમાં પકડાયો હતો. અમદાવાદમાં ડ્રગ્સ પેડલરો વધી રહ્યાં છે. શહેરમાં અનેક વખત ડ્રગ્સની હેરાફેરી કરતાં પેડલરો પકડાતા હોય છે.


Share

Related posts

ભરૂચ જીલ્લા એલસીબી એ ઝઘડિયા જીઆઇડીસીમાં પાર્ક કરેલ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો.

ProudOfGujarat

જામનગર : લક્ષ્મીપુર- ગોલણીયા ચોકડી પાસે આઠ ગાયોને કતલખાને લઈ જતા એક આઈસર ટ્રક કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી.

ProudOfGujarat

રાજપીપળા : કોરોનાની ત્રીજી લહેરને નોતરૂ ન અપાય તે માટે ટ્રસ્ટનો સ્વૈચ્છિક નિર્ણય : અમાસનાં દિવસે કુબેરભંડારી મંદિર ભક્તો માટે બંધ રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!