અમદાવાદનાં શાહીબાગ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે સ્વ. અહેમદભાઈ પટેલની શ્રદ્ધાંજલિ સભામાં મહાનુભાવોએ શ્રદ્ધાંજલી આપી હતી. અત્રે નોંધવું રહ્યું કે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અહેમદભાઈ પટેલનું સારવાર દરમિયાન નિધન થયું હતું. વતન પીરામણ ખાતે બીજા દિવસે માતા-પિતાની કબર પાસે દફનવિધિ કરાઈ હતી.
અમદાવાદનાં શાહીબાગ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે ગુજરાત કોંગ્રેસ દ્વારા અહેમદ પટેલનો શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ સહિતના લોકો શ્રદ્ધાંજલી પાઠવવા પહોંચી રહ્યા છે. શ્રદ્ધાંજલીમાં ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ અને પ્રભારી હાજર રહ્યા હતાં તેમજ વિવિધ ક્ષેત્રનાં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. સ્વ. અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતાં.
સ્વ. અહેમદ પટેલના નિધન થતાં અમદાવાદમાં શાહીબાગ ખાતે તેમની શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે શ્રદ્ધાંજલી પાઠવવા માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી પહોંચ્યા હતા. જ્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ગુજરાત પ્રભારી રાજીવ સાતવ પણ મંચ પર ઉપસ્થિત રહ્યા હતાં.