આઈઆઈએમ અમદાવાદમાં સ્કોલર વિદ્યાર્થીઓ ભણીને બહાર આવે છે. જેમાં ઘણા આજે દેશ વિદેશમાં સ્થાઈ છે. ખાસ કરીને ચેતન ભગતથી લઈને અનેક વિદ્યાર્થીઓ અહીં ભણી ચૂક્યા છે.
અમદાવાદ આઈઆઈએમનો ફાયનાન્સિયલ ટાઈમ્સ દ્વારા દર વર્ષે કરવામાં આવતા બિઝનેસ સ્કૂલ એસેસમેન્ટ્સમાં ગ્લોબલ રેન્કિંગમાં 2023માં 51મો રેન્ક છે. અગાઉ 11 મો રેન્ક હતો. જો કે, અત્યારે રેન્ક ઘટીને નીચે આવ્યો છે. જો કે, આઈઆઈએમ અમદાવાદે નેશનલ ઈન્સ્ટિ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્કમાં પ્રથમ રેન્ક પણ મેળવ્યો છે.
આઈઆઈએમ અમદાવાદ દેશની અન્ય આઈઆઈએમની જેમ જૂની સંસ્થા છે. જ્યાં દેશ તેમજ વિદેશમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. અગાઉ આઈઆઈએમને 11મો રેન્ક મળ્યો હતો જેમાં ઘટાડો થયો છે. જો કે, હવે ટોપ 50માંથી બહાર નિકળી ગઈ છે. જો કે, નેશનલ લેવલે આઈઆઈએમ અમદાવાદનો દબદબો બરકરાર છે. છેલ્લા બે વર્ષમાં એક પણ આઈઆઈએમ ગ્લોબલ લેવલે ટોપ 50ના રેન્કમાં નથી.
28 જુલાઈના રોજ સુધારા વિધેયક લોકસભામાં રજૂ કરાયું હતું. જેમાં આ સ્વાયત્ત સંસ્થા હવેથી ભારતના રાષ્ટ્રપતિના અંડરમાં મુકવામાં આવી છે. જેમાં સરકાર તરફથી નિયુક્તિ કરવામાં આવશે. આમ પ્રિમીયસ સંસ્થાઓની સ્વાયત્તતા પણ અગાઉની સરખામણીએ હવે નહીં રહે.