સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું છે. જેના કારણે વાસણા બેરેજના દરવાજાઓ 1 થી દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
ગુજરાતમાં તેમજ ઉપરવાસમાંથી પાણીની વધુ આવક ડેમો સુધી પહોંચી છે. ત્યારે ડેમના દરવાજાઓ ખોલવાની કામગિરી કરવામાં આવતી હોય છે. ત્યારે સાબરમતીમાં પાણીની આવક થઈ છે. વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા. સંતસરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું હોવાથી પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી.
નદીમાં પાણીની આવકના કારણે દરવાજા ખોલવામાં આવ્યા છે કેમ કે, 12 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. 3 દરવાદા 1.5 ફૂટ અને એક દરવાજો 1 ફૂટ સુધીટ ખોલવામાં આવ્યો છે. પાણીની વિપૂલ માત્રામાં આવક થતા એએમસી દ્વારા તકેદારી રખાતા દરવાજા ખોલવામાં આવ્યા છે.
મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાતનું પાણી અને ઉત્તર ગુજરાતનું પણ પાણી છોડવામાં આવે છે ત્યારે આ પાણી મધ્ય ગુજરાત સાબરમતી નદી સુધી આવે છે ત્યારે પાણીનો ઓવરફ્લો ન થાય અને વિપરીત પરિસ્થિતિ ન બને તેને જોતા અત્યારથી જ પાણી છોડવામાં આવ્યું છે. જો કે, ચોમાસાના એકથી દોઢ મહિના જેટલા સમયગાળામાં મોટાભાગના ડેમોમાં વિપૂલ પાણીની આવક થઈ રહી છે. રાજ્યના કેટલાક મોટો ડેમો ભયજન સપાટીની નજીક પણ પહોંચી રહ્યા છે.