અમદાવાદમાં અત્યારે બીઆરટીએસ અને એએમટીએસ બન્નેની અલગ અલગ ટિકિટ છે પરંતુ આ બન્ને સિટી ટ્રાન્સપોર્ટ બસોમાં એક જ ટિકિટથી મુસાફરી કરી શકાય તેવું આયોજન એએમસી દ્વારા કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ જે જગ્યા પર એટલે કેસ રુટ પર બીઆરટીએસ અને એએમટીએસ ચાલે છે ત્યાં સુધારો કરાશે. જરુર પડે ત્યાં જ બસો દોડાવવાની પણ યોજના છે.
અમદાવાદમાં એએમટીએસ સૌથી જૂની ટ્રાન્સપોર્ટ સર્વિસ છે તે છતાં મોટી કરોડોની ખોટ ખાઈને ચલાવવામાં આવે છે. ત્યારે એએમટીએસમાં મુસાફરો વધે તે રીતે કામગિરી કરવામાં આવશે. જેથી આગામી સમયમાં ઈન્ટીગ્રેશનની પ્રક્રીયા કરવામાં આવશે. જે માટે ત્રણ તબક્કામાં કામગિરી કરવામાં આવી રહી છે પ્રથમ તબક્કામાં બન્નેનું ભાડું એક સરખું કરાયં છે જ્યારે બીજા અને ત્રીજા તબક્કામાં એક જ ટિકિટમાં મુસાફરી કરી શકાશે આ ઉપરાંત ત્રીજા તબક્કામાં રુટ રેશનલાઈઝેશન કરવામાં આવશે આ ઉપરાંત ખર્ચ ઘટાડવા અને ફ્રીક્વન્સી ઓછી કરવા અને જ્યાં પેસેન્જર હોય ત્યાં જ બસ સેવાનો રુટ કાર્યરત રાખવામાં આવશે આમ આ દિશામાં કામગિરી કરવામાં આવશે.
અમદાવાદમાં બીઆરટીએ અને એએમટીએસને ઈન્ટીગ્રેટ થવામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે. હવે જોવાનું એ રહ્યું કે, તબક્કાવાર આ ફેરફાર કરવામાં આવતા ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કેટલો ફર્ક પડે છે કે કેટલી સુધરી શકે છે.