Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : સાબરમતી નદીમાં વોટર સ્પોર્ટસની મજા માણતી યુવતી નદીમાં પડી, ટીમે દિલધડક રેસ્ક્યૂ કર્યું

Share

અમદાવાદમાં સાબરમતિ રિવરફ્રન્ટ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવીટી ચાલી રહી છે. જેમાં કાયાકિંગની એક્ટિવીટીની મજા માણતી એક યુવતીએ બેલેન્સ ગુમાવતા નદીમાં પડી ગઈ હોવાની ઘટના બની હતી પરંતુ યુવતીએ લાઈફ જેકેટ પહેરેલું હોવાથી તે બચી ગઈ હતી. આ દરમિયાન તાત્કાલિક એજન્સીના ક્રુના માણસો રેસ્ક્યૂ બોટ લઈ યુવતી પાસે પહોંચી ગયા હતા અને નદીમાંથી યુવતીને બહાર કાઢી બોટમાં બેસાડી હતી.

સાબરમતી રિવરફ્રન્ટ પર એક યુવતી કાયાકિંગ બોટમાં લાઈફ જેકેટ પહેરાવીને બેસાડવામાં આવી હતી. યુવતી બોટ લઈ નદીની વચ્ચે પહોંચી ત્યારે તેનું બેલેન્સ બગડી ગયું અને તે નદીમાં પડી ગઈ હતી. યુવતી નદીમાં પડતા તેને બચાવવા માટે કાયાકિંગ એજન્સીના માણસો રેસ્ક્યૂ બોટ લઈ ત્યાં પહોંચ્યા હતા અને યુવતીને નદીમાંથી બહાર કાઢી હતી. કાયાકિંગ વોટર સ્પોર્ટ્સની મજા માણતી વખતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે આ બોટ ખૂબ જ નાની હોય છે અને એક જ વ્યક્તિ તેમાં બેસી શકે છે. વોટર સ્પોર્ટ્સ માણતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારું બેલેન્સ બગડી જાય તો બોટ ઊંધી પણ વળી શકે છે.

Advertisement

કાયાકિંગ એક્ટિવિટીના અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે આજે સવારના સમયે પહેલા સ્લોટમાં એક યુવતી કાયાકિંગ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતી વખતે નદીમાં પડી ગઈ હતી. જેથી ગણતરીની મિનિટોમાં જ રેસ્ક્યૂ ટીમના માણસો બોટ લઈ નદીની વચ્ચે પહોંચ્યા હતા અને તુરંત જ તેને બહાર કાઢી લીધી હતી. તેઓને નદીના કિનારે લાવી અને બેસાડવામાં આવ્યા હતા. કાયકિંગના મેનેજરે મીડિયાને જણાવ્યું હતું કે, યુવતીનું વજન વધારે હોવાથી બેલેન્સ ના રહેતા તે નદીમાં પડી હતી.


Share

Related posts

ભરૂચમાં સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને 7272 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાની પાસબુક વિતરણ કરાઇ.

ProudOfGujarat

નર્મદા જિલ્લાની વીજ કંપની નોટિસ આપ્યા વિના એગ્રીકલચર અને ઘર વપરાશના વીજ જોડાણો કાપી નાખે છે.ખેડૂતોએ આક્ષેપ સાથે કલેકટરને રજુઆત કરી…

ProudOfGujarat

ગોધરા : શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે NSS વિભાગના સહયોગથી વેક્સિનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!