Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ જીલ્લાનાં ધોળકા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી.

Share

દર વર્ષે વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ કોરોનાની મહામારી દરમિયાન પણ સ્તનપાનને પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે. વર્ષ ૨૦૨૦ ના સુત્ર “સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વના સર્જન માટે” ની સમજ આપવામાં આવી હતી. 

રાજ્ય કક્ષાએથી મળેલ સૂચના મુજબ અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકના ધોળકા તાલુકામાં ધોળકા – ૧ અને ધોળકા ઘટક – ૨ માં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સીડીપીઓ દર્શનાબેન પટેલ ધોળકા ઘટક-૨ અને જશોદાબેન ગાંધર્વ ધોળકા ઘટક -૧ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. લાભાર્થીઓ સાથે ટેલિફોનિક સંવાદ કરી સગર્ભાને જરૂરી માહિતી પૂરી પાડી, સ્થાનિક રેડિયો સ્ટેશન મારફતે વિષય જનજાગૃતિ માટે પ્રતિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, ઘટક કક્ષાએ સ્થાનિક પ્રસારિત થતી ચેનલ ઉપર કેબલ સ્કોલ દ્વારા સ્તનપાનના મહત્વ અંગે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યું,  ઉંબરે આંગણવાડી કાર્યક્રમમાં લાભાર્થી અને તેમના ઘરના સભ્યો વધુમાં વધુ ભાગ લે તે પ્રયત્ન કરવામાં આવ્યો, પાલક વાલી દ્વારા નવજાત બાળકોના માતા અને કુટુંબના સભ્યો સાથે ટેલિફોનીક વાર્તાલાપ કર્યો, રેડિયો એફએમ ઇન્ટરવ્યૂથી નિષ્ણાંતો દ્વારા નવજાત બાળકને સ્તનપાનથી થતા ફાયદા અને બહારી દૂધ/ પાવડરથી થતા નુકસાન અને તેની સાથે છ માસ પછી અન્નપ્રાશન કે જે સ્તનપાન સાથે ઉપરી આહાર આપવામાં આવે છે તે વિશેની સમજ પૂરી પાડી, સાતમી ઓગસ્ટs વૃક્ષારોપણની ઉજવણી કરવામાં આવી હતી. 1 થી 7  ઓગસ્ટ 2020 સુધી જન્મેલા નવજાત બાળકોના ઘરે અને સગર્ભા જેની સંભવિત સુવાવડ તારીખ (EDD) તારીખ 1 થી તારીખ ૭ ઓગસ્ટ 2020 હતી તે બહેનોના ત્યાં જઈને ફળના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેથી બાળકને ભવિષ્યમાં આ ફળોમાંથી મળતા વિટામીન આપી શકે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્ય કક્ષાએથી લઈને જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ વિવિધ અધિકારીઓ કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, પ્રોગ્રામ ઓફીસર, પ્રાંત ઓફિસર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ટીડીઓ, સી.ડી.પી.ઓ, તાલુકા હેલ્થ ઓફિસર મારફતે સગર્ભા બહેનોને ટેલિફોનિક વાતલાપ કરી માર્ગદર્શન આપાયુ હતુ.

વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ 

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના નબીપુર ગામે કાનમ મારવાડી વરકણ સમાજનું સ્નેહમિલન સમારંભ યોજાયો.

ProudOfGujarat

હૈં..માં,મારો શુ વાંક,? તું પરત આવી જા હું સિવિલમાં જ છું, અંકલેશ્વરના મોટા કરારવેલ પાસેથી તાજું જન્મેલ બાળક મળી આવતા ચકચાર,૧૦૮ દ્વારા બાળકને સારવાર અર્થે ભરૂચ સિવિલ ખસેડાયો..!!

ProudOfGujarat

ઝઘડિયા : ભાલોદ વિભાગ શિક્ષક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!