Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાતા ૪ લોકો ધાયલ થયા

Share

વડોદરાથી અમદાવાદ તરફ જતી કેશ વાનના ચાલકે રોંગ સાઈડમાં  વાહનને ઓવરટેક કરતાં વાનના ચાલકે કાબૂ ગુમાવી હાઈવેની સેફ્ટી એંગલ તોડી નીચે ૧૦થી ૧૨ ફુટ ઉંડી કેનાલ પાસે પડી હતી. આ બનાવમાં ૪ લોકો ઘાયલ થયા હતા.

નડિયાદ નજીકથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં SIS નામની કંપનીની કેશ વેનના ચાલકે  સાઈડમાં કોઈ વાહનને ઓવરટેક કરવા જતાં વેન હાઈવેની સેફ્ટી એગલ તોડી અંદાજિત ૧૦થી ૧૨ ફુટ ઉંડી કેનાલની સાઈડમાં ઉતરી ગઈ હતી. આ કેશ વાન વડોદરાથી અમદાવાદ તરફ કેશને લઈને જઈ રહી હતી. તે દરમિયાન ઘટના બની હતી કેશ વાનમાં પાંચ વ્યકિતઓ સવાર હતા. જેમાં બે ગનમેન, કેશ વાનન ડ્રાઇવર સહિત એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. એક્સ્પ્રેસ હાઇવે પેટ્રોલિંગ ટીમ દ્વારા એક્સ્પ્રેસ વે પર તુરંત હાઇવે પર બેરિકેટિંગ કરી થોડા સમય માટે સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બનાવમાં મોટીમાત્રામાં કેસ હોવાથી ઘટનાની જાણ કંપનીને થતાં તાત્કાલિક કંપનીના સંચાલકો દોડી આવી અન્ય વાહનોમા  કેસને સુરક્ષિત લઈ જવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અને ગંભીર રીતે ઘાયલ ૪ લોકોને વડોદરા ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ગૌ વંશ વાછરડી ભરી કતલ ના ઇરાદે ભરૂચ થી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રક ઝડપાઈ, બે આરોપીની ધરપકડ,15 પશુ બચાવાયા

ProudOfGujarat

રાજપીપળામાંથી એરપોર્ટ હટી જવાના એઘણના પગલે વેપારીઓ અને ખેડૂતોમાં ચિંતાનો વિષય.

ProudOfGujarat

કમોસમી વરસાદને લઇને ઝઘડીયા તાલુકામાં ચોમાસા જેવો માહોલ જામ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!