સુંગધિત ઔષધ સુંઘાડી અર્ધબેભાન કરી લૂંટ કરતા બે ઇસમોની ધરપકડ નારણપુરા પોલીસે કરી છે. સોનાની મતા અને રોકડ રકમ ચોરી જતા આ મામલે ફરીયાદીએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખસ કરવામાં આવી હતી.
આ પ્રકારની લૂંટ કરતા ઇસમોની તપાસમાં પોલીસ હતી. દરમ્યાન સર્વેલન્સ સ્કોડમાં ફરજ બજાવતા અ.હે.કો. કેશરીસિંહ ચંદુભાઇ, અ.પો.કો. સરદારસિંહ ભરતસિંહને બાતમી મળી હતી. અનડિટેકટ લૂંટનો ગુનો ડીટેકટ કરી સોનાની વીંટી કિં.રૂ.48 હજારની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ફરિયાદી પાસે એક સફેદ કલરની હુન્ડાઇ આઇ-20 કાર નજીક લઇ જઇને ઉભી રાખી, ડ્રાયવર સીટની બાજુમાં બેઠેલ વ્યકિતએ સરનામું પૂછવાના બહાને પોતાનો હાથ ફરિયાદીના હાથ ઉપર મુકી, તમારા હાથમાંથી બહુ જ સારી સુંગધ આવે છે. તેમ કહેતા ફરિયાદીએ પોતાનો હાથ સુંઘતા બેભાન જેવો થઇ ગયો થોડીવારે ભાનમાં આવેલ તે વખતે ત્યાં ગાડી નહોતી અને ફરિયાદીએ જમણા હાથની આંગળીમાં પહેરેલ સોનાની વીટી જે આશરે ૮ ગ્રામની વજનની આશરે કિ.રૂ. 48 હજારની મતાની તથા પેન્ટના સાઇડના ખિસ્સામાં રાખેલ રોકડા 18 હજારની લૂંટ કરી હતી.
પકડાયેલ આરોપી:
(૧) ગોવિંદનાથ ઉ.વ.૩૭ ધંધો. રહે. ગામ-હલદરવાસ મદારીવાસ તા.મહેમદાબાદ જી.ખેડા.
(૨) પ્રકાશ ઉ.વ.૨૫ ધંધો. રહે. ગામ-હલદરવાસ મદારીવાસ તા.મહેમદાબાદ જી.ખેડા.