અમદાવાદના મીઠાખળી ગામમાં આવેલા એક જૂના મકાનને ઉતારતી વખતે મકાનનો ભાગ તૂટી પડતા એક મજૂર નીચે પટકાયો હતો. જેને ઇજા થતાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, તેને સામાન્ય ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ અને એસ્ટેટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે AMC ના એસ્ટેટ વિભાગ દ્વારા આ મકાનને નોટીસ અપાઈ હતી. નોટીસના પગલે મકાન માલિકે આજે મકાન ઉતારવાની કામગીરી શરૂ કરાવી હતી. આ દરમિયાન મકાનનો એક ભાગ તૂટી પડ્યો હતો. જ્યાં કામ કરતો મજૂર નીચે પટકાતા તેને સામાન્ય ઈજા પહોચી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મકાનમાં કોઈ રહેતુ નહોતુ. વર્ષો જુનુ જર્જરિત મકાન હતું અને AMC દ્વારા તેને નોટીસ પણ આપવામાં આવી હતી. ઘટનાને પગલે નવરંગપુરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, આ ઘટનામાં કોઈ વધારે જાનહાનિ થઈ નથી.
અમદાવાદના મીઠાખળીમાં જર્જરિત મકાન ઉતારતી વખતે એક ભાગ ધરાશાયી, એક મજૂર નીચે પટકાતા ઈજા
Advertisement