Proud of Gujarat
FeaturedGujaratINDIA

તથ્ય પટેલ અકસ્માત કેસ મામલે FSL ના રિપોર્ટમાં થયો સૌથી મોટો ખુલાસો, 142.5 કિમીની સ્પીડ પર હતી કાર

Share

તથ્ય પટેલે કરેલા અકસ્માત મામલે હવે મોટો ખુલાસો થયો છે. FSL ના રિપોર્ટે મોટી પોલ ખોલી દીધી છે. તથ્ય પટેલના વકીલે અગાઉ બચાવ કરતા ઓછી સ્પીડ હોવાનું કહ્યું હતું જ્યારે તથ્યએ વીડિયોમાં 120 કિમીની સ્પીડ પર કાર હોવાનું કહ્યું હતું તેવામાં એફએસએલના રીપોરમાં મોટો ખુલાસો થયો છે. કાર 142.5 કિમીની સ્પીડ હવામાં ઉડતી હોય તે પ્રકારે દોડી રહી હતી.

ઈસ્કોન બ્રિજ પર 19 મી જુલાઈની રાત્રે થયેલા મોટા અકસ્માતમાં જગુઆરની ઝડપ 120 કિમી પ્રતિ કલાકની ન હતી. અમદાવાદ પોલીસને મળેલા એફએસએલ રિપોર્ટમાં જગુઆરની સ્પીડ 142.5 કિલોમીટર પ્રતિ કલાક હતી.

Advertisement

19 જુલાઈની રાત્રે એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર એક ઝડપી જગુઆરે 21 લોકોને કચડી નાખ્યા હતા. જેમાં 9 લોકોના મોત થયા છે. બે ઘાયલોની હાલત હજુ પણ ગંભીર છે. જગુઆર બેફામ રીતે રેસરની જેમ ચલાવતા નવ લોકોનો જીવ લેનાર તથ્ય પટેલની કારના આ રીપોર્ટમાં મોટો ખુલાસો સામે આવ્યો છે.

એસજી હાઈવે પર 60 થી 80 કિમીની સ્પીડ લિમિટ માટેના બોર્ડ લગાવવામાં આવ્યા છે. સ્પીડ ગન વગેરે જેવી ટેકનિક પણ છે આ સાથે સીસીટીવી કેમરા પણ છે તે છતાં પણ કડક કાર્યવાહી ન કરાતા આ મામલે આ નબીરાઓ બેફામ બની રહ્યા છે જેનો ભોગ લોકો બની રહ્યા છે. આ પ્રકારની સ્પીડ શહેરના હાઈવે પર હોવાથી અનેક લોકો તેનો ભોગ બને છે.


Share

Related posts

અમદાવાદ-ટ્રાફિક પોલીસની રીક્ષા ચાલકો સામે કાર્યવાહી-251 શટલ રીક્ષા કરી ડિટેઇન…

ProudOfGujarat

ઓલપાડ તાલુકામાં વાવણી લાયક વરસાદ નહિ વરસતા હવે જગતનો તાત ભગવાનના શરણમાં…

ProudOfGujarat

ભરૂચ : પિંગુટ ડેમના પાણી છોડવાના બંને કાંઠાના કૂવાઓના સમારકામ અંગે રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!