Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદનાં ઈસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત બાદ પિતાએ દિકરાનો કર્યો બચાવ

Share

ગઈકાલ રાત્રે ઈસ્કોન બ્રિજ પાસે લોકોને કચડનાર તથ્યના પિતાએ મીડિયા સમક્ષ દિકરાનો બચાવ કરતા કહ્યું કે, એસજી હાઈવે ત્યાં હું ગયો ત્યારે તેને વાગ્યું હતું ત્યારે હું તેને લઈને સિમ્સ હોસ્પિટલમાં ગયો અને તેને દાખલ કર્યો. લોકો તેને મારતા હતા આ જોઈ તેને લઈ ગયો હતો. જોકે, અમે કાનૂની કાર્યવાહીની સાથે જઈશું. બે ત્રણ છોકરા કે છોકરીઓ હતા તે પણ સાથે પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવવા માટે આવશે. કાયદાકીય કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ. કાર અમારા ભાગીદાર ક્રિશના નામે છે. તથ્ય તેના મિત્ર સાથે કાફેમાં ગયો હતો.

આ મામલે લકીલે કહ્યું કે, ગાડી ઓવર સ્પીડ નહોતી. અકસ્માત એ અજાણતા થયેલો ગુનો છે. ટોળું રસ્તા પર હતું. જ્યાં સુધી ટ્રાયલ ચાલે અને કોર્ટ ગુનેગાર ન ગણે ત્યાં સુધી તે ગુનેગાર ન ગણી શકાય. કાર્યવાહી અને તપાસમાં જે કાનૂની નિર્ણય લેવામાં આવશે એ પરીવારને મંજૂર છે. આમ હવે વકીલ મારફતે જવાબો આપવામાં આવી રહ્યા છે.

Advertisement

આ મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સોલા સિવિલમાં ઘાયલોની પૂછપરછ બાદ કહ્યું કે, ગૃહ વિભાગ કાર્યવાહી કરશે. આ દુખમાં રાજ્ય સરકાર અને જનતા સહભાગી છે. યુવાનો પોતાની મજા માટે બેદરકારી રીતે વાહન હંકારે છે તેના પર પણ અંકુશ લેવો પડશે. ઓવર સ્પીડ માટે જરુરી એડવાઈઝરી જારી કરાશે સરકાર આ બાબતોને લઈને ખૂબ જ ગંભીર છે. આ બનાવ બન્યો છે તેમાં રાજ્ય સરકાર પણ દુખમાં સહભાગી છે.

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર ગમખ્વાર અકસ્માત બુધવારની રાત્રીના થયો જેમાં 9 લોકોના કરૂણ મોત થયા. અકસ્માત થતા ટોળું ભેગું થયું હતું ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર ટોળાને જ કાર ચાલક તથ્ય પટેલે કચડતા 9 ના મોત નિપજ્યા છે.


Share

Related posts

ભરૂચ તાલુકાનાં ઝંઘાર ગામનાં ખેડૂતોનાં આકરા તેવર સામે વીજતંત્ર ટાઢું બોળ.

ProudOfGujarat

અંકલેશ્વર- વરસાદી કાસના પાણીની આડમાં કંપનીઓ છોડી રહી છે કેમિકલવાળું પાણી, સ્થાનિકોનો આક્ષેપ…

ProudOfGujarat

ડેડીયાપાડાના ગોવલીઘાટ પાસે નદીના પાણીમા તણાઈ જતા વિદ્યાર્થીનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!