ગુજરાત હાઈકોર્ટમાં આજે રોડ રસ્તાની કામગિરી મામલે હાઈકોર્ટે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા રીપોર્ટ માંગ્યો છે. આ સાથે રખડતા ઢોર મામલે પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
અગાઉ ટ્રાફિક પોલીસ તેમજ કોર્પોરેશનને પણ કેટલાક નિર્દેશો કર્યા છે. વાહનો આડેધડ ફૂટપાથ સહીતની જગ્યાઓ પર પાર્ક થતા હોય છે. આ ઉપરાંત અન્ય સંસ્થાનો કે બિલ્ડીંગની બહાર પાર્ક કરી શકાય નહીં. ટ્રાફિકની સમસ્યા અમદાવાદમાં દિવસેને દિવસે કથળી રહી છે ત્યારે આ મામલે હાઈકોર્ટે ઝાટકણી કાઢતા રીપોર્ટ પણ માંગ્યો છે.
ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર, રોડ રસ્તાના કામો તેમજ ટ્રાફિક મામલે અવારનવાર કામગિરીને લઈને રીપોર્ટ માંગવામાં આવે છે. ત્યારે આજે રખડતા ઢોરની સમસ્યાને લઈને પ્રથમ વખત સુનાવણી થઈ હતી જ્યારે આ મામલે સોગંદનામું પણ કોર્પોરેશન તરફથી ફાઈલ કરાયું હતું. જેમાં નવી પોલિસી કોર્પોરેશને રખડતા ઢોર મુદ્દા બનાવીને સ્ટેન્ડિગ સમક્ષ પસાર કરી છે એ મામલે પણ સોગંદનામામાં ઉલ્લેખ કરાયો હતો.
એએમસીની નવી પોલિસી મુજબ ત્રણ વર્ષ માટે લાઈસન્સ ફી 500 રુપિયા નક્કી કરાઈ છે. ઢોર રાખવા લાઈસન્સ રિન્યુ ફી 250 રુપિયા નક્કી કરાઈ હતી. આ ઉપરાંત સૂચિત પોલીસીના મુદ્દાઓ મુજબ ઘરે પશુ રાખવા મામલે રીન્યુઅલ ફીમાં સૂચિત કરાયો હતો તેમાં સુધારો પણ કરાયો છે.