કેમિકલયુક્ત પાણી છોડતા એકમો સામે તવાઈ બોલાવતા એએમસી દ્વારા વટવા, નરોડા, પીરાણામાં કેમિકલ કંપનીના ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં કેમિકલનું પાણી નદી ઉપરાંત ખુલ્લેઆમ ખાલી પ્લોટમાં પણ છોડવામાં આવી રહ્યું છે. જેની સામે ફરી એકવાર અમદાવાદ મ્યુ. કોર્પોરેશને મેઘા ડ્રાઈવ શરુ કરી છે જે અંતર્ગત નદીમાં અને ખુલ્લામાં કેમિલક છોડવા મામલે કનેક્શન કાપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં તેમના વીજળીના કનેક્શન પણ હવે કાપવામાં આવશે.
અમદાવાદમાં વટવા, નરોડા, પીરાણામાં કેમિકલ કંપનીના ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી મનાઈ છતાં પણ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હતું. બેરોકટક પણે સાબરમતી નદી ઉપરાંત શહેરના ખુલ્લા પ્લોટમાં પણ કેમિકલના પાણી છોડવામાં આવતા હતા. અત્યારે આ કનેક્શનો કાપવામાં આવી રહ્યા છે. ખોટી રીતે ડ્રેનેજ કનેક્શન લેવામાં આવ્યા હોય તેને પણ તોડવામાં આવી રહ્યા છે. આ સિવાય એસઆરપીના જવાનોની મદદ પણ લેવાઈ છે.
ડ્રેનેજના કનેક્શન જ નહીં પરંતુ વીજળીના કનેક્શન કાપવા માટે ટોરેન્ટ વિભાગને પણ કહેવામાં આવ્યું છે. નાની મોટી તમામ ફેક્ટરીઓ ખુલ્લેઆમ રીતે ટ્રીટ કર્યા વિનાનું કેમિકલનું પાણી ખુલ્લેઆમ છોડાતું હોય છે. ગેરકાયદેસર રીતે સ્ટ્રોમ વોટર લાઈન તેમજ ડ્રેનેજ લાઈનમાં હોલ પાડીને તેમાં કેમિકલ ઠલવાય છે. આ સિવાય તે સાબરમતી પણ ઠલવાય છે. ત્યારે ચોમાસામાં કેમિકલ વધુ છોડવામાં આવતું હોય છે.
એએમસીની આ મેગા ડ્રાઈવમાં વધુ કનેક્શનો પણ આગામી સમયમાં કપાશે
જુદા જુદા ઈન્ડ્સ્ટ્રીયલ એકમોના કનેક્શન ચેક કીરને ડિસકનેક્શન કરાશે.અગાઉ 150 કનેક્શન અને 427 યુનિટના એકમો બંધ કર્યા છે. બહેરામપુરા વિસ્તારમાં આજે આ કાર્યવાહી કરવામાં આવી હતી. હજૂ પણ કનેક્શન કાપવાની ઝૂંબેશ ચાલશે.