Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં એક વ્યક્તિ પાણીથી છલોછલ ભૂવામાં ફસાયો, AMC ની બેદરકારીથી લોકોના જીવ તાળવે ચોંટ્યા

Share

અમદાવાદમાં જમાલપુરમાં વરસાદના કારણે ભરાયેલા પાણીમાં અગાઉ થયેલા ભૂવાનું પુરાણકામ ન થતા પાણીથી છલોછલ આ જગ્યા પર એક વ્યક્તિ ભૂવામાં ફસાઈ જતા માંડ માંડ બચ્યો હતો. આ પ્રકારની સ્થિતિના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. ક્યારે ખાડામાં આખી કાર આવી જાય છે તો ક્યારેક બાઈક સાથે ચાલક ભૂવામાં ગરકાવ થઈ જાય છે આ પ્રકારની સ્થિતિ શહેરમાં જોવા મળતા લોકોની મુશ્કેલીઓ ચોમાસાની શરુઆતમાં જ વધી રહી છે.

વાહનચાલકો હોય કે રાહદારીઓ અમદાવાદના રસ્તાઓ પર ચોમાસામાં પાણી ભરાતા ચાલવું મુશ્કેલ બની ગયું છે. જમાલપુર વિસ્તારમાં રાહદારી ભૂવામાં ગરકાવ થઈ જતા તેને તરતા આવડતું હોવાથી તેનો જીવ બચી શક્યો પરંતુ જો કોઈ બાળક કે અન્ય કોઈ વ્યક્તિ કે તેને તરતા ન આવડે તે આ રીતે જો પાણી ભરાયેલા વિસ્તારમાં ભૂવામાં ગરકાવ થઈ જાય તો તેનો જીવ પણ જઈ શકે છે.

Advertisement

જમાલપુરમાં પડી ગયેલ ભૂવાના સમારકામની પ્રક્રીયા ચાલી રહી હતી પરંતુ આ કામગિરી પૂર્ણ સંપૂર્ણ રીતે નથી થઈ જેના કારણે આ સ્થિતિ નિર્માણ થઈ રહી છે. ભૂવાના કારણે મોટો ખાડો પડી જવાથી આ સ્થિતિ નિર્માણ થઈ જતા લોકો માટે વાહન લઈને કે ચાલતા જવું પણ મુશ્કેલ બની જાય છે.

ઉલ્લેખનીય છે કે, આ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં 45 થી વધુ ભૂવાઓ શહેરમાં પડી ચૂક્યા છે જેમાં કેટલાક ભૂવાઓના પુરાણ તેમજ રીપેરીંગ કામો થયા છે તો કેટલાકના અધૂરા છે પરંતુ ચોમાસામાં ભૂવાઓના કારણે લોકોનો જીવ ચોક્કસથી પડીકે બંધાઈ જાય છે.


Share

Related posts

અમદાવાદના શાહપુરમાં આગ લાગતાં બાળક સાથે માતા-પિતાનાં મોત.

ProudOfGujarat

ગોધરા : વાવાઝોડામાં અકસ્માત પામેલા લાભાર્થીના પરિવારજનોને આર્થિક સહાયનો ચેક MLA સી.કે.રાઉલજી દ્વારા અર્પણ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભાજપના નેતા ડો.શ્રદ્ધા રાજપૂત સહિતના પૂર્વ વિદ્યાર્થીઓને પારુલ યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!