Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ – જમાલપુરનું ફૂલ બજાર નિહાળવા નેધરલેન્ડથી આવ્યા ફુલપાક વિષય નિષ્ણાત જોશ વાન મેગેલીન

Share

MIDH યોજનાનાં ઇન્ડૉ ડચ પ્રોજેકટ અંતર્ગત અમદાવાદની મુલાકાતે પધારેલા નેધરલેન્ડના ફુલપાક વિષય નિષ્ણાત જોશ વાન મેગેલીને જમાલપુર ફુલ બજારની મુલાકાત લીધી હતી. આ સાથે મીરોલી સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર સહિત અમદાવાદ આસપાસ ધોળકાના ભેટાવાડા ખાતે ગુલાબ, મોગરા તેમજ સ્પાઈડર લીલી જેવા ફુલોના ખેતરોની મુલાકાત લીધી.

બજાર વ્યવસ્થાપન તેમજ બજારમાં ઉપલબ્ધ વિવિધ ફૂલો વિશે વિસ્તૃત માહિતી મેળવી સ્થાનિક ખેડૂતો સાથે ફુલ પાકોના વાવેતર અંગે ચર્ચા, અવકાશ અને મુશ્કેલીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.

Advertisement

કેન્દ્ર સરકાર પુરસ્કૃત MIDH (Mission of Integrated Development for Horticulture) યોજનાનાં ઇન્ડૉ ડચ પ્રોજેકટ અંતર્ગત નેધરલેન્ડના ફુલપાક વિષયના નિષ્ણાત જોશ વાન મેગેલીન અમદાવાદના મહેમાન બન્યાં. તેમણે જમાલપુર ખાતે ફુલ બજારની મુલાકાત લઈ બજાર વ્યવસ્થાપન તેમજ બજારમાં ઉપલબ્ધ વિવિધ ફૂલો વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.

તેમની સાથે સંયુક્ત બાગાયત નિયામક મહેસાણા વિભાગના ડૉ. ફાલ્ગુન મોઢ, નાયબ બાગાયત નિયામક ગાંધીનગરના ડૉ . ફારુક પંજ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારબાદ તેમણે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર, મીરોલીની મુલાકાત લઈને સ્થાનિક ખેડૂતો સાથે ફુલ પાકોના વાવેતર અંગે ચર્ચા, અવકાશ અને મુશ્કેલીઓ વિશે ચર્ચા વિચારણા કરી હતી.

આ ઉપરાંત, જોશ વાન મેગેલીન દ્વારા ધોળકા તાલુકાના ભેટાવાડા ગામ ખાતે ગુલાબ, મોગરા તેમજ સ્પાઈડર લીલી જેવા ફુલોના ખેતરોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ખેડૂતો સાથે ભવિષ્યમાં વિવિધ ફૂલ પાકોનું વાવેતર અંગેના આયોજનો, શક્યતાઓ, વૈશ્વિક બજાર અંગેની શક્યતાઓ અને મૂલ્યવધૅન અંગેની શક્યતાઓ તેમજ ફુલ પાકોમાં આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમની સાથે કે.વી.કે.(કૃષિ વિકાસ કેન્દ્ર)અરણેજના વૈજ્ઞાનિક ડો. ગુલકરી તેમજ નાયબ બાગાયત નિયામક અમદાવાદ- આત્મા, ખેતીવાડી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


Share

Related posts

ભુજના મીરઝાપરમાં સિંગલ પેરેન્ટ્સ આશ્રમ ખાતે સૃષ્ટિ  વિરુદ્ધ કામ થયા હોવાના આક્ષેપ સાથે હોબાળો….

ProudOfGujarat

અંકલેશ્વર : ગૌ વંશનું કતલ કરીને પોતાના ઘરેથી વેચાણ કરતાં બે આરોપીઓની અંકલેશ્વર રૂરલ પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ક્ષત્રિય સમાજને મહોરું બનાવી જીત નિશ્ચિત કરતું ભાજપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!