Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અમદાવાદનાં નવરંગપુરા, વસ્ત્રાપુર વિસ્તારમાં વાહન ચોરી કરતી ગેંગ ઝડપાઇ.

Share

જાહેર જગ્યામા પાર્ક કરેલ મોટર સાયકલની ચોરી કરતી ટોળકીને પકડી પાડી નવરંગપુરા તેમજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હા એલ.સી.બી. ઝોન-1 દ્વારા ડિટેક્ટ કરાયા.

એલ.સી.બી. ઝોન-1 સ્ટાફના અ.હે.કો.અરવિંદભાઇ ડાહ્યાભાઇ સહીતના સ્ટાફને ખાનગીરાહે મળેલ સંયુક્ત બાતમી હકકીત આધારે આરોપી પરેશ ઉર્ફે પલ્લો જગદીશભાઇ મોડાભાઇ રાઠોડ રહેવાસી અમદાવાદ તેમજ અન્ય ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરોને નવરંગપુરા પોલીસ સ્ટેશનન વિસ્તારમાંથી ચોરી કરી પેસન પ્રો મો.સા. નં- GJ-05-PK-7305, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલ હોન્ડા કંપનીનુ એવીએટર બાઈક નં-GJ-08-AF-1153 તેમજ હોન્ડા કંપનીનુ એક્ટીવા નં- GJ-01-NC-9009 સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

Advertisement

નવરંગપુરા, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એલ.સી.બી. ઝોન-૧, પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. પકડાયેલ આરોપી છુટક મજુરી કરે છે અને રામદેવનગરમાં છાપરા વિસ્તારમાં રહે છે. એલસીબીએ વિવધ બાઈક સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ચોરીના ગુનાઓને ડામવા માટે એલસીબી 1 દ્વારા સક્રીય રીતે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ આ પ્રકારે વાહન ચોરીના સતત ગુનાઓ પણ ધોળા દિવસે બની રહ્યા છે. ત્યારે આ પણ એક પોલીસ માટે ચેલેન્જ છે.


Share

Related posts

જ્યોતિ સક્સેનાની દેશી અને વિદેશી તસવીરો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલનાં કુટુંબીજનોને સાંત્વના અર્પવા કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ પિરામણ આવ્યા.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાનું અભિયાન શરૂ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!