અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ બુધવારે 3.22 કિલો એક ડિઝાઇનર ડ્રગ બ્લેક કોકેઈનને પકડી પાડવામાં સફળતા મળી હતી. પ્રથમવાર જ બ્લેક કોકોઈન પકડાયું છે. બ્લેક કોકોઈનના જથ્થા સાથે બ્રાઝિલના એક નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. બ્રાઝિલ નાગરિક ટૂરિસ્ટ વિઝા પર અમદાવાદ આવ્યો હતો.અને તેણે ટ્રાવેલ બેગમાં બ્લેક કોકોઈન છૂપાવ્યું હતુ.
DRI ના અધિકારીઓએ બાતમી મળી હતી કે, બ્રાઝિલનો એક નાગરિક જે સાઉ પોઉલો એરપોર્ટથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી રહ્યો છે. તેની પાસે બ્લેક કોકેઈનનો જથ્થો છે. આથી DRI અધિકારીઓએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વોચ ગોઠવી હતી. દરમિયાન એરપોર્ટ પર બ્રાઝિલિયન નાગરિકને અટકાવ્યો હતો. આ મુસાફર પ્રવાસી વિઝા પર મુસાફરી કરી રહ્યો હતો. પેસેન્જર ટ્રોલી અને કેબિન બેગની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી અને તેમાં કંઈ છૂપાવવાની વાત બહાર આવી ન હતી. જોકે, ડીઆરઆઇ અધિકારીઓએ અવલોકન કર્યું હતું કે, ઉપરોક્ત બે બેગના પાયાના વિસ્તાર અને દીવાલોમાં અસામાન્ય રીતે જાડા રબર જેવી સામગ્રી હતી. જે પ્રકૃતિમાં ખૂબ જ બરડ હતી અને દબાણ લાગુ કરવા પર દાણાદાર બની રહી હતી. ફોરેન્સિક સાયન્સ લેબ અધિકારીઓની ટીમ દ્વારા વિશિષ્ટ ફિલ્ડ-ટેસ્ટિંગ કીટ સાથે સામગ્રીની તપાસ કરવામાં આવી હતી જેમાં કોકેઇનની હાજરી જોવા મળી હતી. તદઅનુસાર NDPS એક્ટ 1985ની જોગવાઇઓ હેઠળ 3.22 કિલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. મુસાફરે કોકેઈનની દાણચોરીમાં તેની સક્રિય ભૂમિકા સ્વીકારી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.