Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન દરિયાપુરમાં મકાનની બાલ્કની ધરાશાયી થતાં એકનું મોત, 11 લોકો ઇજાગ્રસ્ત

Share

અમદાવાદમાં છેલ્લા એક મહિનાથી રથયાત્રાની તૈયારીઓ થઈ રહી હતી અને યાત્રાના રૂટ પર રહેલા જર્જરિત મકાનો અંગે અનેક વખત સવાલો ઉઠ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આજે રથયાત્રાના દરિયાપુરના કડિયાનાકાના રૂટ પર મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં 11 લોકોને ઈજા પહોંચી હતી. તમામ લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનામાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રથયાત્રા ચાલી રહી હતી તે દરમિયાન ટ્રકમાં બેઠેલા લોકો દર્શન કરવા ઉભેલા લોકોમાં પ્રસાદ નાખી રહ્યા હતા. જોકે, તેમને પણ પ્રસાદ આપવામાં આવ્યો હતો અને પ્રસાદ લેવા લોકો નીચે વળતા બાલ્કની તૂટી પડી હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે. આ ગંભીર ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ગંભીર બેદરકારી સામે આવી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, કડિયાનાકા પાસે આવેલા મકાનને કોઇપણ પ્રકારની નોટિસ AMC ના એસ્ટેટ વિભાગ દ્વારા આપવામાં આવી ન હતી જ્યારે તૂટી પડવાની ઘટના બની ત્યારે તાત્કાલિક ધોરણે AMC ના અધિકારીઓ દોડતા થયા હતા અને લોકોની સામે જ તેઓએ આ જાહેર નોટિસ લગાવી હતી. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, ‘કડિયાનાકા પાસે એક જૂનુ મકાન હતું. તેની બીજા માળની બાલ્કનીનો ભાગ અચાનક નીચે પડ્યો હતો અને ત્યાં ઉભેલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કુલ 11 જેટલા લોને ઈજા થઈ છે. તમામને નાની-મોટી ઈજા થઈ છે અને કોઈ જાનહાનિ થઈ નથી. ઈજાગ્રસ્તને તુરંત જ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

Advertisement

Share

Related posts

સ્વંત્રત સેનાની અને પ્રખર પત્રકાર સ્વર્ગીય હિંમતલાલ ગાંધીજીને ફાળવવામાં આવેલ જગ્યા ખાલસા કરવામાં આવી જાણો કેમ ???

ProudOfGujarat

ભરૂચની ગણેશ સુગરમાં કસ્ટોડિયન મૂકવાનું ખેડૂતો અને સંસ્થા માટે હાનિકારક : પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલા.

ProudOfGujarat

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા કે બી શાહ સ્કુલમાં મેલેરીયા- ડેન્ગ્યુ અંગે જનજાગૃતિ કાર્યક્રમ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!