Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે બેભાન થયેલા યુવકનો CPR આપતા જીવ બચ્યો

Share

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની માનવતા સામે આવી છે. શહેરમાં કાલુપુર સર્કલ પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ પાસે એક યુવક આવ્યો અને બેભાન થઈ જતાં દોડાદોડ થઈ ગઈ હતી. આ દરમિયાન બે પોલીસ જવાનોએ યુવકને CPR ની ટ્રીટમેન્ટ આપી અને 108 ને ફોન કરીને તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. બંને પોલીસ કર્મચારીએ ભેગા મળીને CPR આપતા યુવકનો જીવ બચી ગયો હતો. આ ઘટનાને પગલે લોકો ભેગા થઈ ગયા હતાં અને પોલીસની કામગીરી જોઈને લોકોએ પોલીસ કર્મચારીઓને બિરદાવ્યા હતાં.

પ્રાપ્ત વિગતો પ્રમાણે કાલુપુર સર્કલ આસપાસ એક વ્યક્તિ એક્ટિવા પર પસાર થતો હતો. આ દરમિયાન તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. જેથી ટ્રાફિક પોલીસના એએસઆઈ મુસ્તાકમિયાં, હોમગાર્ડ જુગલ કિશોર, નરેશભાઈએ આ વ્યક્તિને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને છાતીમાં દુખાવાની સમસ્યા હતી એટલે તેમણે તાત્કાલિક તેમને CPR આપ્યો હતો. જેથી તેમની થોડીક તબિયત સારી થઈ હતી અને તેને વધુ સારવાર માટે 108 ની મદદથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

એક્ટિવા ચાલક નાઓને અચાનક છાતીમાં ખુબ જ દુખાવો થતા જેઓએ ચોકી પાસે આવી પોલીસને જાણ કરેલ કે મને છાતીમાં ખુબ જ દુખાવો થાય છે જેથી કાલુપુર સર્કલ પર હાજર પોલીસના માણસો એ ૧૦૮ ને ફોન કરી પ્રાથમિક સારવાર આપી પોલીસની તપાસમાં આ વ્યક્તિનું નામ રફીક શેખ હોવાનું જાણવા મળ્યું હતું. તેને હોસ્પિટલ મોકલ્યા બાદ તેના પરિવારજનોને પણ જાણ કરી દેવામાં આવી હતી. હાલ આ યુવકની તબિયત સુધારા પર છે અને પોલીસની તાત્કાલિક મદદ મળવાથી તેમનો જીવ બચી ગયો હતો. આ કામગીરીને કારણે ત્રણેય પોલીસ કર્મચારીઓનું આજે સન્માન કરવામાં આવશે.


Share

Related posts

રાજકોટ – યુરીયા ખાતરની અછત મામલે રાઘવજી પટેલે આપ્યું આ નિવેદન

ProudOfGujarat

પ્રાઉડ ઓફ ગુજરાત ઇમ્પેક્ટ : ભરૂચ એસ. ઓ. જી. એ ગેરકાયદેસર રીતે બાયોડિઝલ બનાવતું કૌભાંડ ઝડપી પાડયું : કામગીરીમાં હજુ પણ ઢીલાસ…

ProudOfGujarat

ઝધડીયા : પુર ગ્રસ્ત ૩૨ ગ્રામજનો ને રેસ્ક્યુ થીસલામત રીતે બહાર કાઢનાર રાજપારડી પોલીસનું સન્માન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!