Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ જીલ્લામાં ટીબી નિર્મુલન અભિયાન ૨૦૨૫ અંતર્ગત મેડીકલ મોબાઇલ એકસ-રે વાનનો પ્રારંભ.

Share

અમદાવાદ જીલ્લા પંચાયત ખાતેથી તાઃ-૧૭/૦૨/૨૦૨૦ના રોજ ગ્રામ્ય વિસ્તારના ધોલેરા અને માંડલ તાલુકાઓમાં દુર્ગમ અને અંતરીયાળ વિસ્તારના દર્દીઓને છાતીના એક્સ-રે ની આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી મોબાઇલ મેડિકલ એક્સ-રે વાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતિષ મકવાણાના વરદ હસ્તે લીલી ઝંડી આપીને વાનને પ્રસ્થાન કરાવવામાં આવેલ.

આ પ્રસંગે જિલ્લા આર.સી.એચ.ઓ ડો.ગૌતમ નાયક, જિલ્લા રોગચાળા અધિકારી ડો.ચિંતન દેસાઇ, જિલ્લા ક્ષય અધિકારી ડો.દિક્ષીત કાપડીયા, એમ.ઓ.ટી.યુ વિરમગામ ડો.વિરલ વાઘેલા, ડી.આઇ.ઇ.સી. ઓ સી.યુ ઠાકોર ઉપસ્થિત રહેલ હતા. આ મેડીકલ એક્સ-રે વાનની મદદથી ટીબીના લક્ષણો ધરાવતા વ્યક્તિઓની છાતીના એકસ-રે કરીને તે જ દિવસે રીપોર્ટ આપવામાં આવશે. સાત દિવસ દરમ્યાન થનાર આ કામગીરીથી ટીબીના દર્દીઓ શોધીને ટેલી રેડીયોલોજીના માધ્યમથી તપાસ સારવાર આપવામાં આવશે.

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

Advertisement

Share

Related posts

ભરૂચ ફાંટાતળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી થતા અફરાતફરી નો માહોલ સર્જાયો-ઘટનામાં 5 લોકો દબાયા.. એક મહિલાનું મોત-ચાર સારવાર હેઠળ..

ProudOfGujarat

અંકલેશ્વર પાનોલી જી આઈ ડી સી માં આવેલ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો તેમજ ઘટના માં બે કામદાર ના મોત અને ત્રણ જેટલા કામદારો ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા…

ProudOfGujarat

ભરૂચના અસનાવી ગામમાં 1962 ની ટીમે ભેંસની સફળ સર્જરી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!