Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ-મહેસાણા હાઇવે પર કારચાલકે 3 શ્રમિકોને અડફેટે લેતા ત્રણેના ઘટના સ્થળે મોત

Share

ગુજરાતમાં હાઈવે પર થતા અકસ્માતોની સંખ્યમાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતોમાં રાહદારીઓના પણ મોતના આંકડા વધી રહ્યાં છે. આજે અમદાવાદ મહેસાણા હાઈવે પર બેફામ ગતિએ આવેલી કારે ત્રણ શ્રમિકોને અડફેટે લેતાં ત્રણેયના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. ત્રણેય શ્રમિકો રસ્તો ક્રોસ કરી રહ્યાં હતાં આ દરમિયાન કારની ટક્કરથી તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ રાહદારીઓના ટોળા ઉમટી પડ્યાં હતાં અને તેમણે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નંદાસણ હાઇવે ઉપર આવેલા બિલેશ્વરપુરા પાટિયા નજીક અકસ્માત થયો હતો. ત્રણ રાહદારીઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા. જે દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલી શિફ્ટ ગાડીએ ધડાકાભેર ટક્કર મારી હતી. જ્યાં ત્રણેય જણા રોડ ઉપર પછડાયા હતા અને ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને કલોલ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પોલીસ આવીને કાર્યવાહી કરી હતી. ત્રણેય રાહદારીઓ જોટાણા તાલુકાના મુદરડા ગામના વતની હોવાનું બહાર આવ્યું છે. પોલીસ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા કાર ચાલક સામે ફરિયાદ નોંધીને તપાસ ચાલુ કરી દીધી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર નર્મદા બ્રિજ ટોલનાકા નજીક થયેલી બોલાચાલીમાં ફરિયાદીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડયો છે…

ProudOfGujarat

ડાંગ જિલ્લા શિક્ષક સંઘની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુબીર તાલુકો ફાઇનલ વિજેતા બન્યો.

ProudOfGujarat

માંગરોળમા મોટા બોબાત સ્પોર્ટસ ગ્રાઉન્ડ પર સુપર ફાસ્ટ બોલર શોધવાનો એક દિવસનો રફતાર કી ખોજ કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!