Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 500 ના દરની 1570 નકલી નોટો ઝડપી ત્રણ આરોપીની ધરપકડ કરી

Share

તાજેતરમાં જ 2 હજારના દરની ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચવા નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદ શહેરમાંથી નકલી નોટોની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શહેરમાં 500 ના દરની 7.85 લાખની 1570 નકલી નોટો ઝડપાઈ છે. ક્રાઈમ બ્રાંચે આ નોટોની હેરાફેરી કરતાં ત્રણ આરોપીઓને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે આગામી રથયાત્રાને લઈને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ ગુનાખોરી કરતાં શખ્સોને પકડી પાડવા માટે સક્રિય થયાં છે. ત્યારે બાતમીના આધારે મોહન ગવન્ડર, દિનેશ રાજપૂત અને રઘૂનાથને નરોડા પાટીયા પાસે નેશનલ હેન્ડલૂમ સામેના રોડ પરથી પકડી લીધા હતાં. આ આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાંચને 500 ના દરની 7.85 લાખની 1570 નકલી નોટો મળી હતી.

આરોપીઓની પુછપરછમાં ક્રાઈમ બ્રાંચને જાણવા મળ્યું હતું કે, નકલી નોટો બનાવનાર માસ્ટર માઈન્ડ વિકેશ ઉર્ફે વિકીએ આ નોટો આપી હતી. તેણે હાલમાં 2 હજારના દરની નોટોની જગ્યાએ 500 ની નોટોની માંગ વધારે હોવાથી આ ત્રણેય આરોપીઓ બે હજારની અસલ નોટના બદલામાં 500 ના દરની નકલી નોટો આપવાની ફિરાકમાં હોવાનું કબૂલ કર્યું હતું. આરોપી રઘુનાથને અગાઉ સારંગપુર કોટની રાંગ ખાતે સિલાઈ કામ કરતો હોવાથી આરોપી મોહન અને વિકી તેના પરિચયમાં આવ્યા હતાં. તેમજ દિનેશ વિકીના ભાઈનો સાળો થતો હોવાથી તમામ આરોપીઓ એકબીજાના પરિચયમાં આવ્યા હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ : પાર્ક કરેલ વાહનોમાંથી બેટરી ઉઠાંતરી કરતા ત્રણ ઈસમોની પોલીસે કરી ધરપકડ, હજારોનો મુદ્દામાલ જપ્ત.

ProudOfGujarat

ઝઘડિયાના સારસા ગામ પાસે ઇકો કારને હાઇવા ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં મેઘરાજા હાથતાળી આપતા ખેડુતોનાં માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!