Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદનાં ઓગણજમાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર કરાયો રદ

Share

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાતના મોટા શહેરોમાં દરબાર યોજાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના ઓગણજમાં બાબાના દરબારમાં વરસાદનું વિઘ્ન આવ્યું છે. મેદાનમાં પાણી ભરાઈ જવાને કારણે બાબાનો દિવ્ય દરબાર રદ કરવો પડ્યો છે. રવિવારે સાંજે પડેલા ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે અને માટી બેસી ગઈ છે. તેમજ કોઈપણ પ્રકારની તૈયારી થઈ શકી નથી, જેના કારણે દિવ્ય દરબારનું આયોજન રદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં 29 અને 30 મે એમ બે દિવસનો દિવ્ય દરબાર ભારે વરસાદના પગલે રદ કરાયો છે. રાધિકા સેવા સમિતિ દ્વારા ઓગણજ ખાતે આવેલા મેદાનમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ભારે વરસાદ પડતા હવે આ દિવ્ય દરબારને રદ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જો દિવ્ય દરબાર યોજાશે તો તેની જાણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

ઓગણજ ખાતે પ્રમુખસ્વામી સ્વામી મહોત્સવના મેદાનમાં બાગેશ્વરધામનો દિવ્ય દરબાર યોજાવાનો હતો. આજે મોટી સંખ્યામાં સવારથી જ અમદાવાદ અને આસપાસના શહેરોમાંથી લોકો દિવ્ય દરબારમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા. ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલું અને કોઈપણ પ્રકારની તૈયારી નથી. છતાં પણ લોકોમાં એટલો વિશ્વાસ છે કે આજે બાબા અમને અહીંયા દર્શન આપશે. અમદાવાદના બાપુનગર, નિકોલ, વટવા, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાંથી લોકો બાબાના દિવ્ય દરબાર માટે અહીંયા સવારથી આવી પહોંચ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારની તૈયારી નથી છતાં પણ તેઓ હજી સુધી અહીંયા જ બેસી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશીએશન દ્વારા રોટરી ક્લબ ખાતે અમ્પાયર સેમિનાર યોજાયો.

ProudOfGujarat

વલસાડમાં દરિયાદેવ તિથલબિચ પર પારડીના માછીમારોએ સાગર પૂજન કર્યુ

ProudOfGujarat

इरफान खान अभिनीत “Blackमेल” की कहानी एक रियल कपल से प्रेरित है!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!